ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન જી.ઁ સ્વામી તડિપાર, સંતો-ટ્રસ્ટીનો વિડીયો વાયરલ

284

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને કલેકટરે તડીપારની નોટીસ ફટકારી છે. એસ.પી. સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ ૬ જિલ્લામાંથી તડીપારની નોટિસ આપી છે.
તંત્ર દ્વારા એસ પી સ્વામીને ૨૫ માર્ચ સુધીમાં શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. એસપી સ્વામી વિરૂદ્ધ ૨૦૦૭નો જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગઢડા છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને તડિપાર કરવામાં આવ્યા છે. એસપી સ્વામી વિરૂદ્ધ કોરોનાકાળમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ તેમજ ૨૦૦૭ રોડ વિવાદના કેસના આધારે તડીપાર કરવામાં આવ્યા છે. કલેક્ટર દ્વારા એસપે સ્વામીને આ નોટિસમાં બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ ૬ જિલ્લામાંથી તડિપાર કરવામાં આવ્યા છે.
સામે પક્ષે એસપી સ્વામીએ પણ હાઇકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેશમાં ડ્ઢઅજીઁ રાજદીપસિંહ નકુમ દ્વારા કેશો પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે, મારા પર ૩ કેસ બતાવાયા છે. આ હ્લૈંઇ મામલે ઝ્રમ્ૈં તપાસ થાય તેવી એસ.પી.સ્વામીની માંગણી છે.
એસપી સ્વામીને તડિપાર કર્યા બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરના દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને વહીવટી સંતોનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે. મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી, સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી, ટ્રસ્ટીઓ સુરેશભાઈ, વિનુભાઈની વાતચીતનો વિડીયો વાઈરલ થયો છે. ગઢડા મંદિરની ઓફિસમાં ચેરમેન, સલાહકાર અને ટ્રસ્ટીઓ ચુંટણીમાં લાખો રૂપિયા વાપરવામાં આવ્યા હોવાની વાત કરી રહ્યાં છે. સાથે જ તેઓ ભાવનગરના કે પી સ્વામી વિશે પણ જુદી જુદે ટીપ્પણીઓ કરી રહ્યા છે. ટ્રસ્ટી સુરેશભાઈ કહે છે કે, કે પી સ્વામીને હાથો બનાવે છે. તેમજ સંસ્થાના લાભમાં કે પી સ્વામીને ન ગણાય. કે પી સ્વામી એટલો મોટો આસામી છે તો તેણે ચુંટણીમાં ૫ કે ૧૦ લાખ વાપર્યા હોત તો શું ફેર પડેત તેમ ટ્રસ્ટી સુરેશભાઈ કહેતા સંભળાય છે. તો સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી પણ કહે છે કે, એક વર્ષથી પાછળ પડ્યા એટલે ગોપીનાથજીની સાક્ષીએ વ્યાજે પૈસા લાવીને આપ્યા
તો ચેરમેન હરજીવનદાસ સ્વામી પણ વીડિયોમાં કહેતા સંભળાય છે કે, મંદિરના મતદારો બનાવવા માટે રૂપિયા ભર્યા છે તેનો ભાગ કેમ નથી આપતા? ભાગ તો દેવો પડેને? ભાનુપ્રકાશ સ્વામી કહે છે કે, ગયા વર્ષે ૭૨ લાખ રૂપિયા ૩૫ હજાર મતદારોના નામ ચડાવવાના ભર્યા છે એમા પણ ભાગ.
આમ સોશિયલ મીડિયામાં ગઢડા મંદિરના લાખો રૂપિયાના ખર્ચનો વિડીયો વાઈરલ થયો છે જેને લઈને સવામિનારાયણ સંતસનગીઓમા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. ગઢડા મંદિરના વિડીયો વાઈરલ સમગ્ર સવામિનારાયણ સંપ્રદાય મા ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Previous articleપાલીતાણાના કંજરડા ગામના ડુંગર પર લાગેલી આગ ૧૪ કલાક બાદ કાબુમાં આવી
Next articleપરિણિતી ચોપરા ડિલિવરી બોયના સમર્થનમાં આવી