પરિણિતી ચોપરા ડિલિવરી બોયના સમર્થનમાં આવી

220

પરિણીતી ચોપરાએ બેંગલુરુમાં કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાની પર થયેલા હુમલાના આક્ષેપમાં અરેસ્ટ થયેલા ડિલિવરી બોય કામરાજ અંગે ચિંતા પ્રગટ કરી છે. તેણે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને અપીલ કરીને લખ્યું છે, ’સત્યની તપાસ કરો અને તેને જાહેર કરો. જો તે વ્યક્તિ નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા અપાવવામાં અમારી મદદ કરો. આ અમાનવીય, શરમજનક તથા દિલ તોડનારું છે. પ્લીઝ મને કહો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું.’
પરિણીતીએ સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, ’સત્યની તપાસ કરો. જો તે વ્યક્તિને કારણ વગર ફસાવવામાં આવી રહ્યો છે તો આવું કરનારી મહિલાને તેના દુઃખની ભરપાઈ કરવાની જરૂર છે.’હિતેશા ચંદ્રાનીએ ૧૦ માર્ચના રોજ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આક્ષેપ મૂક્યો હતો કે ઓર્ડર કેન્સલ કર્યો તો ઝોમેટોના ડિલિવરી બોયે તેને નાક પર પંચ માર્યો હતો અને ભાગી ગયો હતો. આ કારણે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને તેનું હાડકું તૂટી ગયું હતું.