મિતાલી રાજ વન-ડેમાં ૭ હજાર રન પૂરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની

373

(જી.એન.એસ.)લખનઉ,તા.૧૪
છેલ્લા બે દશકાથી પણ વધુ સમયથી ભારતીય મહિલા ક્રિકેટની સંકટ મોચક રહેલી મિતાલી રાજ રવિવારે વન ડે ક્રિેકેટમાં ૭૦૦૦ હજાર રન કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. મિતાલીએ દક્ષિણ આફ્રિકાની સામે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચોથી વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ૨૬મો રન પુરો કરતા જ આ સિદ્ધી મેળવી હતી. મિતાલીએ આ રેકોર્ડ ૨૧૩ મેચમાં બનાવ્યો છે. તેમના નામે વન ડે ક્રિકેટમાં ૭ સદી અને ૫૪ ફિફ્ટી સામેલ છે.
ગઈ મેચમાં ૩૮ વર્ષીય મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન કરનાર ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ખેલાડી બની હતી. ઈંગ્લેન્ડની ચાર્લેટ એડવડ્‌ર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦ હજાર રન કરનાર પહેલી મહિલા ખેલાડી હતી. મિતાલીએ વનડે ઈન્ટરનેશનલમાં ૭ હજાર રન કર્યા ઉપરાંત ૮૯ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૨૩૬૪ રન બનાવ્યા છે. તો ૧૦ ટેસ્ટમાં તેમના નામે ૬૬૩ રન છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરી લીધા હતા. આવી સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે. મિતાલીએ પોતાની કારકિર્દીમાં ૪૬.૭૩ની સરેરાશથી ૧૦,૦૦૧ રન બનાવ્યા હતા. મિતાલી પહેલાં દુનિયામાં માત્ર એક જ મહિલા ક્રિકેટર છે જેણે ૧૦,૦૦૦ રન કરવાની સિદ્ધિ નોંધાવી છે.

Previous articleપરિણિતી ચોપરા ડિલિવરી બોયના સમર્થનમાં આવી
Next articleશિશુવિહારના ૫૦ કાર્યકરોને કોરોના રસીનો ડોઝ અપાયો