રાજ્ય સરકારે ચાર મહાનગરપાલિકા વિસ્તારમાં મુકેલ રાત્રી કરફ્યુને લીધે અમુક ટ્રીપોમાં ફેરફાર

634

રાજયભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોરોના મહામારીને કાબુમાં લેવા તંત્ર દ્વારા તડામાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરકારની ગાઈડ લાઈન મુજબ મોઢા પર માસ્ક બાંધવા, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઈઝરનો ચુસ્ત અમલ થાય તે માટે પણ કાર્યવાહી થઈ રહી છે. ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં મુકેલી રાત્રી કરફ્યુની અમલવારીને લીધે ભાવનગર એસ.ટી.વિભાગને તા.૧૬ માર્ચ, ૨૦૨૧ થી અમુક શેડયૂલ્ડ ટ્રીપોમાં ફેરફાર કરવા પડેલ છે તેમજ અમુક ટ્રીપો કેન્સલ કરવી પડી છે તેમજ બાયપાસ કરવાની ફરજ પડેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
જેમાં મહુવા ડેપોથી ૧૪ઃ૧૫ કલાકે ઉપડતી ટ્રીપ મહુવા-કૃષ્ણનગર, ૨૨ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ કૃષ્ણનગર-મહુવા, ભાવનગર ડેપોથી ૧૮ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-અમદાવાદ, ૧૯ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-અમદાવાદ, ૨૩ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ અમદાવાદ-ભાવનગર અને ૨૩ઃ૫૫ કલાકે ઉપડતી ટ્રીપ અમદાવાદ-ભાવનગર ને હાલ કેન્સલ કરવામાં આવી છે તેમજ ગારીયાધાર ડેપોથી ૧૬ઃ૦૦ ઉપડતી ટ્રીપ ગારીયાધાર-કૃષ્ણનગર નો નવો સમય ૧૪ઃ૩૦ કલાક, પા.લીતાણા ડેપોથી ૧૬ઃ૪૫ કલાકે ઉપડતી પાલીતાણા તળેટી-મણીનગર નો નવો સમય ૧૬ઃ૧૫ કલાક, મહુવા ડેપોથી ૫ઃ૩૦ કલાકે ઉપડતી ટ્રીપ સુરત-મહુવા નો નવો સમય ૭ઃ૦૦ કલાક તથા તળાજા ડેપોથી ૧૭ઃ૪૫ કલાકે ઉપડતી ટ્રીપ તળાજા-સુરત નો નવો સમય ૨૧ઃ૦૦ કલાકનો કરવામાં આવેલ છે.
જ્યારે નાઈટ કરફ્યુ હોવાથી ભાવનગર ડેપોથી ૨૨ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-માતા નો મઢ, ૧૮ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-માંડવી, ૧૯ઃ૧૫ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-જામનગર તેમજ ૦૦ઃ૩૦ કલાકે ઉપડતી ટ્રીપ ભાવનગર-દ્વારકાને રાજકોટ બાયપાસ, ગારીયાધાર ડેપોથી ૧૬ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ ગારીયાધાર-ધૂમકા તેમજ પાલીતાણા ડેપોથી ૧૯ઃ૦૦ કલાકે ઉપડતી ટ્રીપ પાલીતાણા-સુરતને વડોદરા બાયપાસ કરી ચાલશે જેની નોંધ લેવા વિભાગીય નિયામક, એસ.ટી. ભાવનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Previous articleખરીકમાઇમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓ, શાળાઓનું કરાયું સન્માન
Next articleઘોઘા – દહેજ વચ્ચે નવી ફેરી સર્વિસનો પ્રારંભ