રાની મુખર્જીએ પોતાના જન્મદિવસ પર નવી ફિલ્મની કરી જાહેરાત

69

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૧
બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી આજે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસે તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. જેનું નામ સ્જિ ઝ્રરટ્ઠંીંદ્ઘિીી ફજ ર્દ્ગિુટ્ઠઅ છે. આ ફિલ્મ આશિમા છિબ્બર ડાયરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે.
ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટિ્‌વટ કર્યું, તેમણે ટિ્‌વટમાં કહ્યું, રાની મુખર્જીની આગામી ફિલ્મનું ટાઇટલ સ્જિ ઝ્રરટ્ઠંીંદ્ઘિીી ફજ ર્દ્ગિુટ્ઠઅ છે. ડાયરેક્ટર આશિમા છિબ્બર. જી સ્ટૂડિયો અને મનીષા અડવાણી, મધુ ભોજવાની, નિખલ અડવાણી મળીને પ્રોડ્યૂસ કરશે.સોશિયલ મીડિયાથી દૂર રહેતી રાની મુખર્જી આજે તેના જન્મદિવસે યશરાજ ફિલ્મ્સના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પોતાના પ્રશંસકો સાથે વાત કરશે.
રાનીએ કહ્યું, હું સોશિયલ મીડિયામાં નથી અને હું મારા પ્રશંસકો સાથે સમય વિતાવવા માંગુ છું. કેમ કે, તે વર્ષોથી મારી માટે સપોર્ટ સિસ્ટમની જેમ છે. રાનીએ કહ્યું, તેને હંમેશા તેના પ્રશંસકોથી પ્રેમ અને પ્રેરણા મળી છે. હું પરિવાર સાથે જન્મદિવસ મનાવતાં પહેલાં પ્રશંસકો સાથે જોડાવવા માટે ઉત્સુક છું.
તેમના પ્રેમ અને સમર્થને મને પ્રેરિત કરી અને મારી તમામ ફિલ્મને પસંદ કરી. તેથી આ વાતચીત મારી તરફથી તેમનો આભાર માનવાની રીત છે.