શહેરના પ્રખ્યાત બચુભાઈ દુધવાળાની ઘોઘાસર્કલ સ્થિત મિલ્કત સીલ

369

ભાવનગર મહાપાલિકા દ્વારા ફાયર સેફટી મામલે સજાગ બન્યું હોય તેમ વેપારીઓ, શાળા-કોલેજો, હોસ્પિટલો બાદ ઈન્ડ્રસ્ટીઝોને સીલ કરાયા બાદ આજે ઘોઘા સર્કલ સ્થિત વધુ એક મિલકતને સિલ કરાતા ચકચાર મચી જવા પામી છે. બે દિવસ પૂર્વે મહાપાલિકા દ્વારા ફાયર સેફટી મામલે રબ્બર ફેકટરી સ્થિત ઈનારકો ફેકટરીને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ શહેરની અનેક શાળા કોલેજો અને હોસ્પિટલોને પણ નોટીસો આપ્યા બાદ સીલ કરાઈ હતી. આજે ઘોઘાસર્કલ ખાતે આવેલ બચુભાઈ દુધવાળાની ક્રેવીટેબલ શોપવાળી મિલ્કતને સીલ કરાઈ હતી. જેના શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મહાપાલિકા દ્વારા સીલીંગ કામગીરીનો ફરી વખત પ્રારંભ કરાતા વેપારીઓ તેમજ ઈન્ડ્રીસ્ટ્રીયાલીસ્ટો તથા શાળા કોલેજના સંચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Previous articleબગીચાઓ બાદ સ્વીમીંગ પૂલ બંધ અને રવિવારી બજાર ભરચક!
Next articleપ્રિયંકા તેમજ જોનાસએ એક થ્રોબેકની તસવીર શેર કરી