સનેસમાં સાંથણીની ફાળવેલી જમીનની માપણી મોકુફ રાખવા કરાયેલી માંગણી

334

ભાલ પંથકના સનેસ ગામે સરકારી પડતર જમીનમાંથી વર્ષો પૂર્વે સાથણીની જમીન ફાળવવામાં આવેલ છે જેમાં હાલમાં માપણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય જે હાલ પુરતી મોકુફ રાખવાની માંગણી સાથે સનેસ ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનોએ આજે જમીન દફતર વિભાગમાં રજુઆત કરી હતી. સનેસ ગામે ૪૦ વર્ષ પૂર્વે ફાળવેલી સાથણીની જમીન પાસે સીમરક્ષક પાળો અસ્ત્વમાં છે.
ચોમાસામાં દક્ષિણ દિશામાં આવેલ નદીના પાણીને સીમ અને ગામમા આવતું અટકાવે છે છેલ્લા ત્રણ વર્ષમાં પાળાના લીધે અંદાજે ૧૦ ફુટ જેટલું પાણી આવતુ અટકાવે છે જ્યારે આ માપણી માટે પાળો તોડવો તે ગ્રામજનો માટે ખતરાની નિશાની સમાન છે. સનેસ ગામની ઉત્તર પશ્ચિમ દિશાએ મેવાસા જવાનો રસ્તો છે. તેનો અન્ય ગામના ખેડુતો ઉપયોગ કરે છે ત્યારે માપણીને લીધે આ રસ્તાને પણ પ્રભાવીત કરવામાં આવ્યો છે. તે તદ્દન ગેર વ્યાજબી છે સીમરક્ષક પાળાને તોડીને બ્લોક બેસાડતા આ ગામના અન્ય ખાનગી સર્વે નંબરોના ૨૦ જેટલા ખેડુતોને પણ મુશ્કેલી થાય તેમ છે. ત્યારે હાલમાં સાથણીની જમીન મોકુફ રાખવા સરપંચ સહિત આગેવાનો દ્વારા જમીન દફતર વિભાગમાં રજુઆત કરી હતી. અને તેની જાણ ભાવનગર કલેકટર તેમજ પ્રાંત અધિકારી અને મામલતદારને કરવામાં આવી છે.