ભાવનગર-કોચ્ચુવેલી સાપ્તાહિક વિશેષ ટ્રેન ૧૩ એપ્રિલથી ચાલશે

658

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-કોચ્ચુવેલી-ભાવનગર સાપ્તાહિક વિશેષ ટ્રેન (૦૯૨૬૦/૦૯૨૫૯) યાત્રિઓની સુવિધા અને માંગને પૂરી કરવા માટે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે જારી કરેલી એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો આ મુજબની છે. ટ્રેન નંબર ૦૯૨૬૦/૦૯૨૫૯ ભાવનગર-કોચ્ચુવેલી સ્પેશિયલ સાપ્તાહિક એક્સપ્રેસ
ટ્રેન નંબર ૦૯૨૬૦ ભાવનગર-કોચ્ચુવેલી સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે ૧૦.૦૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૪.૦૦ વાગ્યે કોચ્ચુવેલી પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી ૧૩ એપ્રિલ ૨૦૨૧ થી દર મંગળવારે દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૫૯ કોચ્ચુવેલી-ભાવનગર સ્પેશિયલ દર ગુરુવારે કોચ્ચુવેલીથી ૧૫.૪૫ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૧૨.૨૫ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી ૧૫ એપ્રિલ ૨૦૨૧ થી દર ગુરુવારે દોડશે. આ ટ્રેન સિહોર, ધોલા, બોટાદ, જોરાવરનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વસઈ રોડ, પનવેલ, રોહા, ચિપલૂન, રત્નાગીરી, સિંધુદુર્ગ, થિવિમ, મડગાંવ, કારવાર, કુમટા, બિંદૂર, ઉડુપી, તોકુર છે , મંગલૂરૂ જં., કાસરગોડ, પયન્નૂર, કણ્ણૂર, તલશેરી, વડકરા, કોઝિકોડ, તિરુર, ષોરણૂર જં., તૃશ્શૂર, આલુવા, એર્નાકુલમ, કોટ્ટયમ, તિરુવલ્લા, ચેંગન્નૂર, કાયમકુલમ અને કોલ્લમ જં. સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. પરતમાં ટ્રેન નંબર ૦૯૨૫૯ કોચ્ચુવેલી-ભાવનગર સ્પેશિયલ પયન્નૂર અને વડકરા સ્ટેશનો પર રોકાશે નહીં. આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. આ વિશેષ ટ્રેન ૧૫ જૂન, ૨૦૨૧ સુધી વિશેષ ભાડા સાથે દોડશે.
ભાવનગર-કોચ્ચુવેલી ટ્રેન નંબર ૦૯૨૬૦ નું બુકિંગ ૦૩ એપ્રિલ, ૨૦૨૧ ના ??રોજ નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે. સંબંધિત ટ્રેનનાં સ્ટોપેજ અને ચાલનાર દિવસો માટે વિશેષ માહિતી મેળવવા વેબસાઇટ www. enquiry.indianrail.gov.in પર જાનકારી પ્રાપ્ત કરી શકાશે.

Previous articleકોળીયાકના દરીયામાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત : એક ગંભીર
Next articleખેલાડી ઈરફાન પઠાણ પણ કોરોના પોઝિટિવ આવ્યો