ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

359

ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશન છેલ્લા એક વર્ષથી કામધંધા કોરોનાને કારણે બેસી ગયા હોવાથી તેઓ ની વિવિધ માંગણીઓને લઈ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપી ને રજુવાત કરવામાં આવી હતી,ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશનના વ્યવસાયીઓ કે જેમાં મંડપ, ડેકોરેશન, સાઉન્ડ, ફલાવર કામ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરસ, ડી.જે, ફોટા અને વીડિયોગ્રાફર સહિતના વ્યવસાયઓ છેલ્લા એક વર્ષથી બંધ હાલતે હોવાથી અમે ૧૨ માસ થી બિલકુલ બેકાર બની ગયા છીએ, તો અમારા વ્યવસાય હજી પણ બંધ હાલતમાં છે,અમારા વ્યવસાયીઓ ૧૨ માસ થી બંધ હાલતમાં હોવાથી અમારે ગોડાઉનના ભાડા, પાર્ટી ના ભાડા, લીઝ પર લીધેલ સરકારી પ્લોટ કે હોલના ભાડા, સરકારી ટેક્ષ, ઓફિસ સ્ટાફનો પગાર, કારીગરો નો પગાર અનેક તમામ ખર્ચાઓ સાથે અમારા પરિવારના ભરણપોષણનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે તો અમારી માંગણીઓ છે કે ટેક્ષમાં રાહત આપો, સરકારી લીઝ પર રાખેલા પ્લોટ કે હોલ જે ગોડાઉન ના ભાડા માફ કરવામાં આવે, પ્રસંગોમાં અમને ૫૦ ટકા છૂટ આપવામાં આવે, ટ્રાન્સપોર્ટશન માં અવરજવર માટે મજૂરોને અવરજવર માટે મજૂરીઓ આપવામાં આવે, સરકારના કરેલા કામો ના બાકી બિલોનું ચુકવણું કરવામાં આવે, સહિત ની માંગણીઓ ને લઈ રજુવાત કરવામાં આવી હતી આ આવેદનપત્ર વેળાએ ભાવનગર મંડપ કોન્ટ્રાકટર્સ એસોસિએશનના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા, ઉપપ્રમુખ કમલેશ લખાણી, જેન્તીભાઈ જાંબુચા, હરસુરભાઈ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

Previous articleહરભજન સિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા નાચવા લાગ્યો, કેકેઆરએ શેર કર્યો વીડિયો
Next articleપાલીતાણા ચકચારી હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા મુસ્લીમ સમાજની માંગ