કુંભમેળા હરિદ્વારમાં સીતારામબાપુનાં વ્યાસાસને ચાલતી ભાગવત સપ્તાહ

542

ઉત્તરાખંડ હરિદ્વાર મુકામે કુંભમેળાના પવિત્ર દિવસોમાં મા ગંગાના તટે આનંદઘાટ પર પ.પૂ. સંતશ્રી સીતારામ બાપુની ભગાવત કથા ચાલી રહી છે.
શિવકુંજ- માનસ પરિવાર દ્વારા આયોજીત આ કથામાં મુખ્યપોથી યજમાન ભાનુશંકર ભગવાનભાઈ જાની, સહ પોથી મનોરથી ઈશ્વરભાી મોનજીભાઈ પંડ્યા તેમજ વેણીરામ શંકરલાલ જાનીના દિવ્ય મનોરથો પૂર્ણ કરવામાં ભાગીરથી ગંગા અને અનેક સંતોના આર્શિવાદ સાથે ભાગવતજીનો પ્રવાહ વહિ રહ્યો છે.
કથા સાથે પધારેલા યાત્રીકો અનેરા આનંદ સાથે આધ્યાત્મિકના અનેક રહસ્યો પૂ.બાપુની દિવ્યવાણીમાંથી મેળવી રહ્યા છે. સરકારની કોવીંડ-૧૯ની તમામ ગાઈડલાઈનના પાલન સાથે વેદનિકેતન ધામ ખાતે આ પવિત્ર કથાયાત્રા ચાલી રહી છે.