હોટલ, રેસ્ટોરન્ટ એસો.ના સભ્યો, કર્મચારીઓએ વેક્સિન લીધી

605

ભાવનગરમાં હોટેલ રેસ્ટોરન્ટ એસો.એ કોરોના રસીકરણને વેગ આપવાના ભાગરૂપે એસો.ના સભ્યો અને હોટેલ, રેસ્ટોરન્ટના કર્મચારી, કુક, વેઈટર્સ સહિતનાંનું સામુહિક રસીકરણ હાથ ધરાયુ હતું કોરોના સંક્રમણનો ગમે તે વ્યક્તિ ભોગ બની શકે છે ત્યારે હોટેલ, રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોના આરોગ્યની સલામતી અર્થે હોટેલ , રેસ્ટોરન્ટના તમામ સ્ટાફને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષિત કરવા એસો.ના પ્રમુખ કે.કે. સરવૈયાને વિચાર સ્ફર્યો હતો. જેમાં પાણી સ્થિત શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટના સંચાલક અને એસો.ના ટ્રેઝરર દેવદત્તભાઈ પોતાનો એસી. હોલ કોરોના રસીકરણ માટે આપી સાથે મંડપ નખાવી વ્યવસ્થા કરી આપી હતી. ઉપપ્રમુખ આનંદભાઈ ઠક્કર અને સેક્રેટરી તુષારભાઈ જયસ્વાલના વિષેશ સહયોગ સાથે યોજાયેલા આ રસીકરણ કેમ્પમાં પ્રથમ તબક્કે કુક, વેઇટર્સ વિગેરે ૫૦ % સ્ટાફને આવરી લેવાયેલ, બાકીના સ્ટાફને ક્રમશ રસી અપાશે. જ્યારે આ કેમ્પમાં નાગરિકો પણ આવી રસી લઈ શકે તે માટે વ્યવસ્થા રખાયેલ. હોટેલ, રેસ્ટોરન્ટ એસો.ના ૧૭૫ જેટલા લોકોએ તેમજ અન્ય નાગરિકો મળી કુલ ૩૭૭ લોકોનું શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે રસીકરણ થયેલ.

Previous articleજરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને એપ્રિલ અને મે એમ બે માસિક અનાજકીટનું વિતરણ કરાયું
Next articleકુંભમેળા હરિદ્વારમાં સીતારામબાપુનાં વ્યાસાસને ચાલતી ભાગવત સપ્તાહ