શહેરના ઓમ સેવાધામમાં રહેતા નિરાધાર હર્ષદરાયની અંતિમયાત્રામાં લોકો જોડાયા

432

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થામાં નિરાધાર અને નિઃસહાય બિમાર વડીલો માટે જીવનપર્યત રહેવા અને જમવાની વ્યવસ્થા હોય છે. અહીં વસતા વડીલોને સંતાન હોતા નથી તેવા વડીલો પાછલા જીવનના અંતિમ દિવસોમાં અહી સુખરૂપ વિતાવે છે , આ સંસ્થામાં આવા ઘણા નિરાધાર અને નિઃસહાય વડીલો રહે છે , આ સંસ્થા એટલે નિરાધારનો જ પરિવાર … આજરોજ તા .૦૩ / ૦૪ / ૨૦૧૧ ના દિવસે આ સંસ્થામાં વસતા વડીલ હર્ષદરાય ગોદડીયા (ઉ,વ,૮૦ )નું દુઃખદ અવસાન થતા આ વડીલને અનેક શહેરીજનો અને સંસ્થાઓના સેવાભાવી ભાઈ બહેનોએ અંતિમયાત્રામાં જોડાઈને અંતિમ વિદાય આપી હતી , તેમના અંતિમ સંસ્કાર કરવા માટે ઓમ સેવા ધામ સંસ્થાના પ્રમુખ ડૉ.વિજય કંડોલીયા , બિપીનભાઈ ઝાલા , મંથન પટેલ , સત્ય સેવા સમિતિ , ભાવનગરના પ્રમુખ આશિષભાઈ શાહ તથા ગુલાબસિંહ જાડેજા , હિમાંશુભાઈ સહિતના સેવાભાવીઓ જોડાયા તાં , . ઓમ સેવા ધામના પ્રમુખ ડો.વિજય કંડોલીયા તેમજ ઉપપ્રમુખ અમી મહેતા તેમજ અનેક સેવાભાવી લોકોને ના સ્વજનની અંતિમ વિધિ ખુબ જ સારી રીતે પૂર્ણ કરી એક વડીલને અપાતી લાગણીસભર અંતિમ વિદાય આપી હતી , આ દુખદ ઘટનામાં સંસ્થાને જે કોઈ મઇદરૂપ થયું તે તમામનો સંસ્થાના વસતા અન્ય વડીલોએ વખાભાર વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે , માત્ર ભાવનગર જ નહીં પરંતુ ભાવનગર બહારના અનેક વડીલો જેમનો કોઈ આધાર નથી તેવા અમો સેવાધામમાં આવીને વસે છે અને અનેક નગર શ્રેષ્ઠીઓના સહયોગથી આ સંસ્થા માવા વડીલોની જિંદગીના અંતિમ દિવસોને સુખરૂપ વિતે તેવા પ્રયાસો શરૂ કરે છે .