દીપિકા પાદુકોણે ધ ઈન્ટર્નનું પહેલું પોસ્ટર બહાર પાડયું

405

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા.૬
સોમવારે દીપિકા પાદુકોણે તેના પ્રશંસકોને સારા સમાચાર આપ્યા છે. દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ ધ ઇન્ટર્નનું પહેલું પોસ્ટર બહાર પાડ્યું હતું. વળી, દીપિકાએ પોસ્ટર શેર કરતાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં તેની સાથે જોવા મળશે. બંને સાત વર્ષ પછી સાથે જોવા મળશે. અગાઉ આ બંને ’પીકુ’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. અમિતાભ બચ્ચન સાથે ફરી કામ કરવા માટે દીપિકા પાદુકોણ ખૂબ જ ઉત્સાહિત છે. પોતાની પોસ્ટમાં તેણે પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે. ફિલ્મના પહેલા પોસ્ટરમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનનો પડછાયો જોવા મળ્યો છે. સાથે જ બેકગ્રાઉન્ડ પીળા રંગનું છે. આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ધ ઇંટરની હિન્દી રિમેક છે. ફિલ્મના પોસ્ટરને શેર કરતાં દીપિકાએ લખ્યું, સૌથી ખાસ સહ-અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફરી કામ કરવું એ સન્માનની વાત છે. હોલીવુડની ફિલ્મ ભારતીય અડેપ્ટેશન ધ ઇંટરનમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન. આ સાથે જ અમિતાભ બચ્ચને પણ ફિલ્મનો ભાગ હોવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે આ ફિલ્મનું પોસ્ટર પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ અમિત રવીન્દ્રનાથ શર્માને ડાયરેક્ટ કરશે. આ સાથે જ આ ફિલ્મનું નિર્માણ સુનીર ખેતરપાલ અને દીપિકા પાદુકોણ કરશે. ફિલ્મની સ્ક્રીપ્ટ પર અક્ષત અને મિતેશ શાહ કામ કરી રહ્યા છે.
આ ફિલ્મ ૨૦૧૫ ની હોલીવુડ ફિલ્મ ધ ઇન્ટર્નની રિમેક છે. તે એક કોમેડી જોનરની ફિલ્મ છે, જેમાં રોબર્ટ ડી નીરો, એની હેથવે, રેની રુસો અને એડમ ડીવાઇન અભિનય કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન નેન્સી મેયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ આ હિન્દી રિમેકમાં જોવા મળશે.