શહેરની સર.ટી. હોસ્પિટલમાં મૃતદેહ લેવા માટે પરિવારજનોની રઝળપાટ

498

ભાવનગર શહેરની સરકારી સર.ટી. હોસ્પિટલમાં કોરોના મહામારી અને અન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદીન વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યા બાદ મૃતદેહ લેવા માટે પણ પરિવારજનોને કલાકો સુધી રાહ જોવી પડે છે. અને રઝળપાટ કરવી પડે છે.શહેરની સર.ટી હોસ્પિટલ ખાતે કેટલાક કમનસીબ સગાવ્હાલાનું મૃત્યુ નિપજ્યું હોય ત્યાર બાદ મૃતદેહ લેવા માટે પરવારજનો વલખા મારી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉપરાંત દર્દીઓને સારવાર માટે પણ ઘણી તકલીફ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા કોરોના મહામારીને કાબુમાં લેવા માટે પ્રયાસો થઇ રહ્યા છે : દર્દીઓની સારવાર પણ થઇ રહી છે.પરંતુ દર્દીઓની સંખ્યા વધતા દર્દીઓ અને તેના સગા સબંધીઓને થોડી મુશ્કલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સર.ટી. હોસ્પિટલના કેટલાક વોર્ડ અને બિલ્ડીંગ જર્જરીત હોવાના કારણે મહાપાલિકા દ્વારા નોટીસ આપી કાટમાળ ઉતારી લેવા જણાવતા કેટલાક વોર્ડને ઓપીડીમાં ખસેડવામાં આવ્યા છે.તે બિલ્ડીંગમાં હવે મેઇલ અને ફીમેઇલ સર્જીકલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓને અને કોરોનાના લીધે મૃત્યુનો દર એટલો બધો વધી ગયો છે કે, જે સર્જીકલ વોર્ડને જાનહાની ન થાય તે માટ સ્થાળાંતરીત કરવામાં આવ્યા હતા. તે વોર્ડ છેલ્લા ૩ દિવસથી ફરીથી સર.ટી નીર્ ંઁડ્ઢ બિલ્ડીંગમાં કાર્યરત થયા છે. ભાવનગર શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી દર્દીઓની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. ગંભીર પ્રકારના રોગો માટે દર્દીઓને સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અને તેની સારવાર માટે કરવામાં આવે છે.જાણવા મળ્યા મુજબ મનીષભાઇ ભટ્ટ નામના વ્યક્તિ પોતાની સાસુની સારવાર લેવા માટે અહીંયા આવ્યા હતા તેમની સાસુમાં શર્મીષ્ઠાબેન જાનીનું સારવાર મૃત્યુ થયું હતું.
આ અંગેની તેમને સવારે સાત વાગે જાણ થઇ હતી. કોવિડ વોર્ડની બહાર બપોરના દોઢ થી બે વાગ્યા સુધી તેમને રાહ જોયા બાદ પણ મૃતદેહ મળ્યો ન હતો. જેથી પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા.

Previous articleભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામા ૯૦ કોરોના પોઝિટિવ કેસ, એકનું મોત
Next articleશિરીન મિર્ઝા આ વર્ષે જ બોયફ્રેન્ડ સાથે પરણી જશે