લોકો સ્વયંભૂ કોરોના ટેસ્ટ કરાવવા લાગતા રેપિડ ટેસ્ટ કીટ ખુટી પડી

1388

ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટીવ કેસ વધી રહ્યા છે તેની પાછળ સંક્રમણ ઉપરાંત લોકો સ્વયંભૂ ટેસ્ટ કરાવવા માટે આગળ આવતા આ સંખ્યામાં વધારો થયાનું જોઈ શકાય છે. આ એક સારી બાબત પણ છે કારણ કે લોકો ટેસ્ટ કરાવ્યા બાદ જરી સારવાર અને કાળજી લેતા સમયાંતરે કોરોનાની ચેઈન આપોઆપ તુટી જશે. લોકો દ્વારા રેપિડ ટેસ્ટ કરાવવા લાઈનો લગાવાતા ગઈકાલે બપોર સુધીમાં ટેસ્ટ કીટ ખુટી પડી હતી. ભાવનગર શહેરમાં એક પણ રેપિડ કીટ નહીં હોવાનું સંબંધિત તંત્રવાહકે સ્વીકાર કર્યો હતો અને સાંજે કેટલીક કીટ આવી પણ ગઈ છે. જો કે જે રીતે ટેસ્ટની સંખ્યા વધી રહી છે તે જોતા આજે પણ કીટ ખુટી પડે તેવી શક્યતા છે.
સ્વયંભૂ જાગૃતિને કારણે ભાવનગર શહેરમાં કોરોના માટેના ટેસ્ટ કરવા શહેરીજનોમાં આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથ સહિતમાં સવારથી જ લાઈનો લાગી હોય છે. બુધવારે જ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કરાવવા ૫૦૦૦ જેટલી કીટ ફાળવી હતી પરંતુ બપોર સુધીમાં મોટાભાગના સેન્ટરો પર કીટ ખાલી થઈ ગઈ હતી.
દરેક આરોગ્ય કેન્દ્રમાં પણ સો-સો રેપિડ ટેસ્ટની કીટ ફાળવવામાં આવી હતી. ગુવારે શહેરમાં આરટીપીસીઆર ૮૦૦ અને રેપિડ ૪૩૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુવારે સાંજ સુધીમાં ભાવનગર કોર્પોરેશનને ફાળવેલી તમામ રેપિડ ટેસ્ટની કીટ ખૂટી ગઈ છે. અને આરોગ્ય વિભાગ દ્વારા ૧ લાખ જેટલી રેપિડ ટેસ્ટની કીટ મંગાવવામાં આવી છે. જ્યારે રેપિડ ટેસ્ટની કીટ આવશે ત્યારે શહેરીજનોના ટેસ્ટ શ કરવામાં આવશે. જિલ્લામાં ગુવારે સાંજે ૨૦૦૦ જેટલી રેપિડ ટેસ્ટની કીટ આવી પહોંચી હતી.
કાલ સાંજ સુધી ચાલે તેટલો જિલ્લામાં રેપિડ ટેસ્ટનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ ત્યારબાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ વધુ જથ્થો મંગાવવો પડશે.