કોરોનાના સંક્રમણને કારણે ભાવનગર જિલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ બગદાણાધામ તથા મહુવા ભગુડા મોગલધામ બંધ

622

સમગ્ર રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં દૈનિક પોઝીટીવની સંખ્યા ઝડપથી વધી રહી છે. અને અત્યાર સુધીમાં હજારો કેસ નોંધાઇ જવા પામ્યા છે. તેની સામે ભાવનગર શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધવાના કારણે ગુરૂઆશ્રમ બગદાણા મંદિર જ્યાં સુધી બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર શહેર અને જિલ્લા દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસના સંક્રમણને લીધે ગુરૂ આશ્રમ બગદાણા ૧૩ એપ્રિલ મંગળવારથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ગુરૂઆશ્રમ બગદાણા મંદિર દર્શન વિભાગ, ભોજનશાળા તથા ધર્મશાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં લોકોએ બિન જરૂરી બહાર ન નીકળવા, સામાજિક અંતર રાખવું તથા માસ્ક ફરજીયાત પેહરવું તેમજ વારંવાર હાથને સાબુથી સાફ કરતા રહેવું, અને સરકારની ગાઈટ લાઈન પ્રમાણે ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા ભગુડા મોગલધામ આગામી ૧૩ એપ્રિલથી અચોકક્સ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. તેમ જય મોગલમાં ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હાલની કોરોનાની વિકટ સ્થિતિને લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા ભોજનશાળા, ધર્મશાળા સહિતના તમામ વિભાગો બંધ રહેશે. તો તમામ યાત્રાળુઓ, દર્શનાર્થીઓ માટે ધામ બંધ કરવામાં આવ્યું છે.