શહેરના વિવિધ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી બેરીકેટ નખાયા

407

ભાવનગર શહેર છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોઝીટીવના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે અને કેટલાક વિસ્તારો તેની અત્યત ઝપેટમાં આવી ગયા છે ત્યારે આવા વિસ્તારોમાંથી કોરોના વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા શહેરના અનેક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. અને આવા વિસ્તારોમાં શેરી ગલ્લી કે ખાચાના નાકે બેરીકેટ બાંધી અને ફલેટના દરવાજાઓ પર કન્ટેનમેન્ટ ઝોનના બેનરો લગાવી દેવાયા છે અને આ વિસ્તારને પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યા હોવાનું લખાણ કરવામાં આવ્યું છે. આમ હવે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.

Previous articleભાવનગર શહેર અને જિલ્લામાં “ટીકા મહોત્સવ’’ અંતર્ગત બે હજારથી પણ વધુ નાગરિકોને કોરોના પ્રતિરોધક રસી મૂકાઇ
Next articleઆજે જિલ્લામાં ૧૨૮ નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા ૯૨૭ પર પહોંચી