મેયર કિર્તીબેન પહોંચ્યા સમશાનની મુલાકાતે

674

ભાવનગર શહેરમાં હાલની પરિસ્થિતિમાં દરેક સમશાનમાં દરરોજ લગભગ દસથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે અને સમશાનમાં લાકડા પણ ખુટી જવા પામ્યા છે અને વ્યવસ્થાનો પણ અભાવ હોવાનું બહાર આવ્યું છે તેવા સમયે ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયા આજે કુંભારવાડા સ્મશાન ગૃહની મુલાકાતે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તેમજ જરૂરી સુચનાઓ આપી વ્યવસ્થા કરાવવા પણ હૈયા ધારણા આપી હતી. આ સમયે નગરસેવીકા હિરાબેન વિઝુંડા પણ સાથે જોડાયા હતા.