શહેરનાં કાળિયાબીડ વિસ્તારમાં ગટર અને પાણીની લાઇનો તુટતાં લોકો પરેશાન

695

કાળીયાબીડ વિસ્તારમાં રોડની કામગીરીથી ગટર અને પાણીની લાઈન તુટતા રહીશોમાં રોષ ફેલાયોરસ્તા પર ગટરના પાણીથી ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે.
ભાવનગર શહેરનાં કાળિયાબીડ,પાણીની ટાંકીથી લખુભા હોલ તરફ જવાના રસ્તે પીવાના પાણીની લાઇનો તુટી જતાં જાહેર રોડ ઉપર અને રહેણાંકીય મકાનો પાસે પાણીની રેલમછેલ થઇ હતી. ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા તેથી રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નનો તાકીદે ઉકેલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. શહેરનાં કાળીયાબીડ વિસ્તારમાં રોડની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર કામગીરી શરૂ કરી પરંતુ ગટર અને પીવાના પાણીની લાઇનો તોડી નાખવામાં આવતા રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ગટરના પાણીથી ઠેર ઠેર ખાબોચિયા ભરાઈ ગયા છે. ગટરના પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. હાલ કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને લોકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા કોઇ જ પગલાં લઈને ગટર લાઈન રિપેર કરવી જોઈએ તેવી ત્યાંના રહીશોએની માંગ છે.