૩ હજારની વસ્તી ધરાવતા ગામલોકોની કફોડી હાલત

819

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કેરીયા ગામે જવાનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે.રાણપુર થી કેરીયા જવાનો રોડ વર્ષોથી બન્યો નથી જેના કારણે કેરીયા ગામના ૩૦૦૦ હજાર લોકો ભારે હેરાન થઈ રહ્યા છે.રાણપુર થી કેરીયા જવાના રસ્તે રોડ ઉપર મોટા મોટા બાવળો ઉગી ગયા છે જેના લીધે હાલ રોડ સાંકડો થઈ ગયો છે રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે અને કેનાલ પાસે તો જીવલેણ ખાડો છે જેના લીધે રોડ ઊપર થી વાહનો પણ પસાર થઈ શકતા નથી અને છાસવારે અકસ્માત સર્જાય છે.કેરીયા ગામલોકોની છેલ્લા કેટલાય વર્ષોથી નવો રોડ અને પહોળો રોડ બનાવવાની માંગ હતી.જે થોડા મહીનાઓ પહેલા જ માંગ સ્વીકારવામાં આવી છે.અને આ રોડ નવો મંજુર થયો છે.આ રોડ નવો મંજુર થયો એને આશરે ૬ મહીના જેટલો સમય થયો હોવા છતા આ રોડ નું કામ ચાલુ નહી કરવામાં આવતા કેરીયા ગામલોકો માં ભારે રોષ ફેલાયો છે.જ્યારે આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુર થી કેરીયા સુધી નો રોડ મંજુર થઈ ગયો છે અને તેનો વર્ક ઓડર પણ અપાઈ ગયો છે પણ જાણે તંત્ર રાણપુર થી કેરીયા સુધી નો રોડ બનાવવામાં ચોમાસા ની રાહ જોવાઈ રહી હોય તેવુ લાગી રહ્યુ છે.રાણપુર થી કેરીયા નો રોડ વહેલીતકે બનાવવામાં આવે અને રોડ પહોળો બનાવવામાં આવે અને તેના વર્ક ઓડર મુજબ બનાવવામાં આવે તેવુ કેરીયા ગામના લોકો ઈચ્છી રહ્યા છે.ઝડપથી રાણપુર થી કેરીયા સુધી નો રોડ બનાવવામાં આવે તે જરૂરી છે.