ફેસબુકના માધ્યમથી મિત્ર બનાવી પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ

553

ભાવનગર રહેતા બેંકના મેનેજર હનીટ્રેપમાં ફસાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની એક મહિલાએ વૃદ્ધને ફેસબુકના માધ્યમથી મિત્ર બનાવી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કરવાની ધમકી આપી બળજબરીથી તેમની પાસેથી રૂ.૧.૪૫ લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં રહેતા અને બેંકના નિવૃત મેનેજર નીલકંઠભાઈ ભટ્ટ (ઉ.વ.૬૭) ફેસબુકના માધ્યમથી બે માસ પહેલા અમદાવાદની પારૂલ પટેલ નામની યુવતી સાથે સંપર્ક થયો હતો અને બંને ફેસબુક મેસેન્જરના માધ્યમથી ચેટિંગ કરતા હતા દરમિયાનમાં ગત તા.૧૪ના રોજ પારૂલ પટેલ નામની યુવતીએ ફરિયાદીને મેસેજ કરી વલભીપુર બોલાવ્યા હતા જ્યાં ફરિયાદી તા.૧૫ના રોજ વલભીપુર ગયા બાદ બંને ત્યાંથી રંધોળા ગામના એક ગેસ્ટહાઉસમાં રોકાયા બાદ બહાર નીકળતા સેવન સીટર કાર આવીને ઉભી રહી હતી. ત્યાંથી બહાર નીકળતા એક સેવન સીટર કાર આવીને ઊભી રહી હતી જેમાં બે મહિલા તથા બે પુરૂષ સવાર હતા. તે પૈકીના ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમે ફરિયાદીને દસ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો બળાત્કારની ફરિયાદ કરીશ એમ કહેતા ફરિયાદી હનીટ્રેપનો શિકાર થયા હોવાની જાણ થઇ હતી. આખરે ચાર લાખ આપવાનું નક્કી થયું હતું.
જો કે કારમાં સવાર શખ્સોએ વૃદ્ધના પાકીટમાં રહેલ રોકડ રૂ. ૮૫૦૦, અર્ધા તોલા સોનાની વીંટી તથા એટીએમ મારફત બે વખત નવ નવ હજાર ઉપાડી લીધા હતા. જયારે, ફરિયાદી પાસેથી બે ચેક લખી પૈકી એકમાં રૂ. ૪૯ હજાર ભરાવી તે ચેક મારફત બેંકમાંથી ઉપાડી બાકીની રકમ ચૂકવી આપવાનું કહી વૃદ્ધને ઉતારી કાર અમદાવાદ તરફ મારી મુકી હતી.ફરિયાદી વૃદ્ધે ફરિયાદમાં ઉમેર્યુ કે બાદમાં તા.૧૬ ના રોજ ઉક્ત શખસો તરફથી એક લાખની વ્યવસ્થા કરી આપવાનો ફોન આવતા તેમણે ભાવનગરની આંગડિયા પેઢી મારફત વધુ રૂ.૫૦ હજારની વ્યવસ્થા કરી આપી હતી જોકે બાદમાં આ અંગે તેમના પરિવારજનોને જાણ કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે વધુ પોલીસે યુવતી વિરૂદ્ધ પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક લાખ ૧,૪૫,૫૦૦ બળજબરીપૂર્વક પડાવી લીધાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે