ભાવનગરનું એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું, શહેરના નવાબંદર રોડ પર આવેલ અડચણ રૂપ બે મંદિરો હટાવ્યા

246

ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આવેલ રોડને અડચણ રૂપ એવા મામાના ઓટલાઓનું ભાવનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરાયા હતા. જેમાં જયશ્રી દરબારી ખીજડાવાળા મામા તથા હરખા મામાના બે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. ભાવનગર મહાપાલિકા કોરોના કાળમાં પણ પોતાની દબાણની કામગીરી કરીને રસ્તાઓ પોહળા કરવાનું કામ કરી રહી છે. ભાવનગરમાં અનેક દબાણોમાં આવતા અગાઉ મંદિરો તોડવામાં આવ્યા હતા. ત્યારે ફરી આસ્થાના ભાગ રૂપ બે મામાના ઓટલા તોડી પાડતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ભાવનગર મહાપાલિકાનું એસ્ટેટ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના નવાબંદર રોડ પર આવેલ બે મામા દેવના મંદિરો પાડી દેવામાં આવ્યા છે.

મંદિરો પાડતા એક સમયે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રહીશોએ ત્યાના નગરસેવકોને બોલવાતા નગરસેવકો દોડી આવ્યા હતા. પણ નગરસેવકો દ્વારા લોકોને સમજાવતા મંદિરને બીજી જગ્યા આપતા લોકોએ સહકાર આપ્યો હતો. અને અંતે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે રોડને અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા.

Previous articleતળાજા તાલુકાના મોટા ઘાણા ગામનાં સરપંચે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી બન્ને દીકરીઓના લગ્ન મોકૂફ રાખી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું
Next articleફેસબુકના માધ્યમથી મિત્ર બનાવી પ્રેમજાળમાં ફસાવી પૈસા પડાવતી મહિલા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ