કોરોનાના દર્દીઓમાં પોઝિટિવિટી લાવવા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કસરત અને માતાજીની આરાધના કરાઈ

189

સર ટી. હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તેઓનો રોગ કયા સ્ટેજ પર છે તે મુજબની ફિઝિયોથેરાપી સારવાર દ્વારા રોગ માંથી જલ્દી બહાર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. અને સાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી હોય તેવા વીડિયો હોસ્પિટલ દ્વારા બનાવીને આપવામાં આવી રહ્યાં છે. ચૈત્રી નવરાત્રીમાં કોરોના વોરિયર્સ માઁ અંબાના શરણમા ંફિઝિયોથેરાપિસ્ટ દ્વારા દર્દીઓને કસરત કરાવવામાં આવી રહી છે. અને બીજા વીડિયોમાં હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે તેને લઈ સર ટી હોસ્પિટલમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં દવાનો દમ તૂટી ગયો છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં કોરોના વોરિયર્સ માઁ અંબાના શરણમાં હોઈ તેમ માતાજીની આરાધના કરાવવામાં આવી રહી છે.
કોરોના વોરિયર્સ માતાજીની આરાધના દર્દીઓને કરાવી રહ્યા છેભાવનગરના સર ટી હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ રાખવા માટે હવે શારીરિક ઉપચાર સાથે માનસિક શક્તિ વધારવાની ફરજ પડી છે. પોઝિટિવ વોર્ડમાં કસરત અને ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી કોરોના વોરિયર્સ માતાજીની આરાધના દર્દીઓને કરાવી રહ્યા છે. મંદિરની જેમ હોસ્પિટલમાં તાળીઓના સથવારે માતાજીની સ્તુતિ બોલવામાં આવી રહી છે. દર્દીઓ પણ તાળીઓ સાથે સ્તુતિ બોલી રહ્યાં છે. જે વોર્ડ છે એ પણ મહિલાઓનો વોર્ડ છે અને મહિલા દર્દી માતાજીની સ્તુતિ બોલીને સ્વસ્થ થવાની આશા જરૂર સેવી રહ્યા છે.

Previous articleપહેલી મેથી હોસ્પિટલ કે વેક્સિન સેન્ટર પરથી રસી મળી શકશે
Next articleભાવનગર શહેરમાં રેપિડ ટેસ્ટની કિટ ખાલી, લોકોએ કલાકો લાઈનો લગાવી પણ ટેસ્ટ કરાવ્યા વગર પાછા ફર્યા