ભાવનગર શહેરમાં રેપિડ ટેસ્ટની કિટ ખાલી, લોકોએ કલાકો લાઈનો લગાવી પણ ટેસ્ટ કરાવ્યા વગર પાછા ફર્યા

224

ભાવનગર શહેરમાં રેપિડ ટેસ્ટ માટે મહાનગરપાલિકાએ ઝુંબેશ ઉપાડી હતી. જેને લઈ આજે શહેરના નીલમબાગ સર્કલ ખાતે સવારથી રેપિડ ટેસ્ટ કરાવવા લોકો આવ્યા હતા. પણ સવારના ૮ વાગ્યાના આવેલા ૧૦ વાગે પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના એકપણ જગ્યાએ રેપિડ ટેસ્ટના કર્મચારીઓ નહીં આવતા લોકોને મુશ્કેલી ઉભી થઇ હતી. ત્યારે આરોગ્ય વિભાગને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે રેપિડ ટેસ્ટની કિટો ખાલી થઈ ગઈ છે.મહાનગરપાલિકામાં રોજ ૪૫ સ્થળે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છેશહેરમાં ૪૫ સ્થળો પર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પણ આજથી બે દિવસ સુધી શહેરના એકપણ સ્થળોએ રેપિડ ટેસ્ટ નહિ થાય. કારણ કે, રેપિડ ટેસ્ટ કિટો ખાલી થઈ ગઈ છે. અને મંગાવવામાં આવી છે. તેમ મહાનગરપાલિકાના અધિકારી દ્વારા જણાવ્યામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકામાં રોજ ૪૫ સ્થળે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે.રેપિડ ટેસ્ટ કિટથી રોજના ૫ થી ૧૦ હજાર ટેસ્ટ થઈ રહ્યાં છેજેમાં શહેરમાં રેપિડ ટેસ્ટ કિટથી રોજની ૫ હજારથી લઈને ૧૦ હજાર સુધીની ટેસ્ટ થઈ રહ્યાં છે. રોજના ૫ હજારથી વધુ રેસ્ટ થવાને પગલે રેપિડ ટેસ્ટ કીટ ખાલી થઈ ગઈ છે. ૪૫ સ્થળો ઉપર રેપિડ ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં ૫ હજાર કીટ પણ ઓછી પડતી હતી. કારણ કે, ૪૫ સ્થળોમાં સવારથી શરૂ કરતાં બે કે ત્રણ કલાકમાં કીટ ખાલી થઈ જતી હતી.એક જ વ્યક્તિ બે-ત્રણ જગ્યાએ ટેસ્ટ કરવી ક્રોસ ચેક કરે છેભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર. કે. સિન્હાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં એક વર્ષમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા ત્યારથી અત્યારે સુધીમાં ૨,૨૦,૦૦૦ ટેસ્ટો કરવામાં આવ્યા છે. ગઈ કાલે દસ હજાર કિટ જે આખી ખાલી થઈ ગઈ છે. બીજી કિટો શુક્રવાર સુધીમાં આવી જશે. એટલે બે દિવસ સુધી રેપિડ ટેસ્ટ નહીં થઈ શકે. રેપિડ ટેસ્ટ માટે કંપનીને ઑડેર કરી દીધો છે. તથા વધુમાં જણાવ્યું હતું કે લોકો એક જગ્યાએ પોઝિટિવ આવે તો બીજી જગ્યાએ પણ ટેસ્ટ કરાવે છે.
આમ એક જ વ્યક્તિ બે-ત્રણ જગ્યાએ ટેસ્ટ કરવી ક્રોસ ચેક કરે છે. તેને કારણે ટેસ્ટ કિટો ખાલી થઈ જાય છે. અને જેને કોરોનાના લક્ષણો ન હોય તેવા પણ દર ચાર દિવસે ટેસ્ટો કરાવી રહ્યાં છે. તેઓને પણ મારી અપીલ છે કે તમારા જો કોરોનાના લક્ષણો હોય તો જ ટેસ્ટ કરાવવું જોઈએ.

Previous articleકોરોનાના દર્દીઓમાં પોઝિટિવિટી લાવવા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કસરત અને માતાજીની આરાધના કરાઈ
Next articleસોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન નહીં કરતી ચાર દુકાનો સીલ કરાઇ