ભારતમાં પરિસ્થિતિ ભયંકર, હોસ્પિટલો દર્દીઓથી અને સ્મશાનો મૃતદેહોથી ભરેલાં : WHO

277

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતમાં કોરોના મહામારીને કારણે કથળેલી સ્થિતિ પર WHOએ ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનના પ્રમુખ ડો. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે આ સમયે ભારતમાં પરિસ્થિતિ કાળજું કંપાવનારી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં કોરોનાના દર્દીઓમાં ઝડપથી વધારો થયો છે. દર્દીઓનાં પરિવારજનો હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આમાંથી પરિસ્થિતિનો અંદાજો એ બાબતથી લગાવી શકાય છે કે રાજધાની દિલ્હીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત કોવિડ-૧૯ની ભયંકર લહેર સામે લડત લડી રહ્યું છે. હોસ્પિટલો દર્દીઓથી ભરેલી હોય છે. સ્મશાનઘાટો પર મૃતદેહોની લાઇન લાગી છે. આ ખરેખર હૃદય કંપાવનારી સ્થિતિ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં પોલિયો અને ટ્યૂબર્ક્લોસિસ સામે કામ કરતા ૨૬૦૦ નિષ્ણાતોને કોરોના વિરુદ્ધ કામ પર લગાવી દેવામાં આવ્યા છે. ઉર્ૐં દરેક રીતે મદદ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ ની આરોગ્ય એજન્સી ભારતને ઓક્સિજન કન્સન્ટ્રેટર અને હોસ્પિટલો માટે જરૂરી સાધનોનો સપ્લાઇ કરી રહ્યું છે.
વિશ્વમાં અત્યારસુધીમાં ૧૪ કરોડ ૮૪ લાખ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે, તેમાંથી ૩૧ લાખ ૩૩ હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના સમૃદ્ધ દેશોએ પોતાને ત્યાં વેક્સિનેશન કાર્યક્રમને વધુ તીવ્ર બનાવ્યો અને મહામારીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.
આ પહેલાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બાઈડને મોદીને કહ્યું- જ્યારે અમેરિકા કોવિડ-૧૯ ને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ભારતે તેમને ખૂબ મદદ કરી હતી. હવે અમેરિકાનો વારો છે. વાતચીત બાદ ઁસ્ મોદીએ કહ્યું હતું કે તેમણે મદદ માટે અમેરિકન રાષ્ટ્રપતિનો આભાર માન્યો. આના થોડા સમય પહેલાં જ જાપાનના વડાપ્રધાન યોશિહિદો સુગાએ પણ મોદી સાથે ફોન પર ચર્ચા કરી હતી.

Previous articleકોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ
Next articleભાવનગર શહેરમાં કલેકટર દ્વારા આઠ દિવસ માટે લોકડાઉન જાહેર, પેહલા દિવસે ચુસ્ત અમલ થયો