ભાવનગરમાં જાહેરનામું ભંગ કરતાં વેપારીઓ સામે તંત્ર આકરા પાણીએ, ત્રણ દુકાનો સીલ કરી અને એક હીરાનું કારખાનું સીલ

481

રાજ્ય સરકારે રાજ્ય ભરમાં આવેલાં નાનાં મોટાં ૨૯ શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું છે. જેને પગલે ભાવનગર શહેરમાં આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સિવાય અન્ય વ્યવસાયી એકમો સવારથી જ બંધ રહ્યાં હતા. આમ છતાં આ જાહેરનામાનો ઉલ્લંઘન કરી વેપલો કરતાં ૩ વેપારીઓ તંત્રની ઝપટે ચડી જતાં અધિકારીઓએ આ વેપારીઓના વ્યવસાયી એકમો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ જવાનો દ્વારા આવા વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવીગઈકાલે રાજ્યના ૨૯ શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં આવશ્યક વસ્તુઓના વેચાણને બાકાત રાખવા સાથે જાહેર માર્ગો પરના યાતાયાતને છુટછાટ જાહેર કરી હતી. ત્યારે આજે સવારે ભાવનગર શહેરમાં આવેલ મુખ્ય બજારોમાં લોકડાઉનનું કડક પણે પાલન થતું જોવા મળ્યું હતું. મહદઅંશે લોકોની અવરજવરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ જાહેરનામાથી અજાણ એવાં કેટલાક વેપારીઓએ નિત્યક્રમ મુજબ સવારે પોતાના એકમો ખોલતાં ફરજપર તૈનાત પોલીસ જવાનો દ્વારા આવા વેપારીઓને સમજાવી દુકાનો બંધ કરાવી હતી.દુકાનોને સીલ વાગતા અન્ય વેપારીઓએ શટર ટપોટપ બંધ કર્યા ત્યારે બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં બીએમસીની ટીમ સર્ચમાં નિકળતા વોરાબજારમા, પીરછલ્લા શેરી તથા મેઘાણી સર્કલમાં આવેલ ત્રણ દુકાનો ખુલ્લી જોવા મળી હતી.

જેમાં વોરાબજારમાં આવેલ ફેશન વર્લ્ડ પીરછલ્લા શેરીમાં હસ્તકલા શો-રૂમ તથા મેઘાણી સર્કલમાં સેલ્સ ઈન્ડિયા નામની શોપ ખુલ્લી જોવા સાથે ગ્રાહકો પણ જણાતા અધિકારીઓએ આ દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો કેસ કરી દુકાનોને સીલ કરી હતી. તથા સરીતા સોસાયટીમાં આવેલ હીરાનું કારખાનું સીલ કર્યું હતું, આ બાબતની જાણ અન્ય વેપારીઓને થતાં તેઓ પોતાની દુકાનોના શટર ટપોટપ બંધ કરી ઘર તરફ પ્રયાણ કર્યું હતું.