ભાવનગરના એક સેવાભાવીએ સ્વખર્ચે સાધનો વસાવી નિઃશુલ્ક સેવા શરૂ કરી

252

ભાવનગર શહેરમાં કોરોનાથી ગંભીર રીતે સંક્રમિત થયેલાં અને ઓક્સિજન(પ્રાણવાયુ) ના અભાવે જીવન-મરણ વચ્ચે જોલા ખાતાં દર્દીઓને ઓક્સિજન માસ્ક,સિલિન્ડર ની કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના નિઃશૂલ્ક સેવા પુરી પાડતાં સેવાભાવી યુવાને અંધાધૂંધી ના માહોલમાં આશા રૂપી જયોત જલાવી આજનાં યુવાઓને નવો રાહ ચીંધ્યો છે.એક તરફ સદિની સૌથી મોટી મેડિકલ ઈમરજન્સી ચાલી રીહી છે લોકો ને તબીબી સારવાર, દવા, કે મેડીકલ ઉપકરણો નથી મળી રહ્યા ત્યારે એક સેવાભાવી યુવાને એક દુઃખદ ઘટના માથી પ્રેરણા લઈને અનોખી સેવાનો સુંદર શમિયાણો શરૂ કર્યો છે અને આ આફતના અવસરે માનવસેવા કાજે તત્પર લોકો ને રાહ ચિંધ્યો છે,એક તરફ તકવાદી લેભાગુ ઓ દિન-દુઃખી લોકો ની મજબૂરી નો ગેરલાભ ઉઠાવી બેફામ નાણાં ખંખેરી રહ્યાં છે ત્યારે કેટલાક માનવતાના મસીહા ઓ એ ભોજન,આરોગ્ય, સહિતની સેવાઓ ના સેવાયજ્ઞો શરૂ કરી હળહળતા કળીયુગમાં માનવતા નો ઉત્કૃષ્ટ પરચો પણ પુરો પાડી રહ્યા છે ત્યારે આવોજ એક માનવ સેવાનો સુંદર સેવાયજ્ઞ શરૂ કર્યો છે ભાવનગર હિરા બજાર સાથે સંકળાયેલા અને ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસીયા સામાજિક સેવા સાથે અન્ય માનવસેવા ના સુંદર કાર્યો કરે છે તાજેતરમાં એમના એક સબંધી કોરોના થી ગંભીર રીતે સંક્રમિત થયા હતા અને એ સમયે કોઈ હોસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવા માટે ની તત્કાળ આવશ્યકતા હતી પરંતુ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાનાં કારણે દવાખાનામાં દર્દીને દાખલ કરી શકાય એવી સ્થિતિ ન હોય બીજી તરફ ઓક્સિજન ના અભાવે પેશન્ટ ની સ્થિતિ કથળી રહી હતી અને તબીબોના અભિપ્રાય મુજબ દર્દીને તત્કાળ પ્રાણવાયુ પુરો પાડવામાં આવે તો તેમનો જીવ બચી જાય આથી આ ચેલેન્જનું બિડૂ ઘનશ્યામ ભાઈએ ઉપાડ્યું અને પોતાની આગવી કોઠાસૂઝ ની મદદથી પ્રાણવાયુ ની જરૂરિયાત વાળા દર્દીને ઓક્સિજન પુરૂ પાડતાં તેનો જીવ બચી જવા પામ્યો હતો,બસ આ ઘટના પરથી શિખ મેળવી સેવાભાવી યુવાન ઘનશ્યામભાઈએ સ્વખર્ચે ૫૦ સિલિન્ડર, ઓક્સિજન મેનેજ વાલ્વ, માસ્ક પણ વસાવ્યા અને તેના મિત્ર વર્તુળ તથા સોશ્યિલ મિડીયા ના માધ્યમ વડે આ સેવાનો બહોળો પ્રચાર કરી જરૂરિયાત મંદોને પ્રાણવાયુ પુરૂ પાડવાનો સેવા યજ્ઞ શરૂ કર્યો છે ઓક્સિજન સિલિન્ડર, મિટર જરૂરિયાત મંદો ને આપવા માટે એકપણ રૂપિયો કે ડિપોઝિટ નથી લેવાતી માત્ર દર્દીનું નામ તથા મોબાઈલ નંબર ની નોંધણી કરી ઓક્સિજન ની સેવા પુરી પાડવામાં આવી રહી છે આ સેવા અંગે ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે મહામારી ના કાળમાં આપડા દ્વારા એક નાનકડા પ્રયત્ન થકી કોઈ નો જીવ બચતો હોય તો આથી મોટી સેવા બીજી શું હોય શકે…?!