ભરવાડ સમાજની ફ્રી ટીફીન સેવા

454

કોરોના મહામારીના સમયમાં દરેક સમાજ અને સંસ્થાઓ પોત – પોતાની રીતે સેવાકીય અને સામાજીક કાર્યો કરી રહી છે. ત્યારે ભાવનગરનાં ભરવાડ સમાજ દ્વારા પણ શહેરની કોઇપણ હોસ્પિટલમાં દાખલ કોરોનાનાં દર્દી અને તેના સબંધીઓ માટે વિનામુલ્યે ગરમા ગરમ ભોજન સાથેની ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દરરોજ ભરવાડ સમાજનાં યુવાનો ગરમા ગરમ ભોજન સાથેનાં ટીફીનો દરેક હોસ્પિટલમાં હાથો હાથ પહોંચાડી રહ્યા છે.