શહેરમાં મીઠાઈના વેપારી પાસે ખંડણી માગનારા ત્રણ શખ્સો ઝડપાયા, ઘટના CCTVમાં કેદ

312

ભાવનગર શહેરના એક પ્રખ્યાત મીઠાઈ-ફરસાણના વેપારી પાસે કુખ્યાત ગેંગના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ ખંડણી માંગતા વેપારીએ પોલીસ-કાયદાનું શરણું લેતાં પોલીસે રીઢા ગુનેગારોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના ઈસ્કોન મેગાસિટી માં રહેતા અને ભાવનગર -સુરત માં “દવે મીઠાઈ” ના નામે બહોળો કારોબાર ધરાવતા અમરીશ મફતલાલ દવેને ભાવનગરની કુખ્યાત આણી મંડળી ના લાલા અમરા આલગોતર સાથે વ્યાપારિક સબંધો હતાં, જેમાં લાલો દવે મીઠાઈ વાળા પાસેથી વાર-તહેવાર પ્રસંગોપાત મીઠાઈ ખરીદતો હતો જયારે વેપારી અમરીશ મીઠાઈ બનાવવા-માવો બનાવવા લાલા પાસેથી દૂધ ખરીદતા હતાં.
આ સબંધમાં થોડા સમય પૂર્વ લાલાએ હાથ ખર્ચી માટે અમરીશ પાસે નાણાં માંગ્યાં હતા પરંતુ વેપારમાં મંદી ને પગલે અમરીશે નાણાં આપ્યાં ન હતાં ત્યારબાદ તાજેતરમાં લાલા એ ફોન કરી ફરી પૈસા માંગતા અમરીશે ફરી ના પાડતાં લાલાએ તેના પુત્ર સંજયને ફોન આપતાં તેણે અમરીશ ને જણાવેલ કે તેને નવી કાર ખરીદવી હોય આથી પૈસા આપવા પડશે ત્યારે અમરીશે જણાવેલ કે અમારે પૈસા શું કામ-શા માટે આપવાનાં ત્યારે સંજયે જણાવ્યું કે તને કંઈ નહીં કરવાના અને તારી તથા તારા પરિવાર ની સલામતી માટે પૈસા આપવાના અને જો નહીં આપે તો તારા પુત્ર નું અપહરણ કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.ગઈકાલે રાત્રે લાલા અમરા, સંજય લાલા તથા અભિ લાલા આલગોતર રે.તમામ જૂની માણેકવાડી વાળા કારમાં આવી દવે મીઠાઈ વાળાની શાસ્ત્રીનગર બ્રાન્ચ પરથી દુકાનમાં કામ કરતાં જીતુ નામના કારીગરનુ અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં આ સમગ્ર ઘટના ઝ્રઝ્રંદૃ માં કેદ થઈ ગઈ છે.આ અંગે વેપારી અમરીશે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય કુખ્યાતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓની ધડપકડ કરી હતી આ બનાવમાં દુકાનેથી કારીગરનુ અપહરણ સહિતની ઘટના દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરા માં કેદ થઈ હોય જેનાં ફૂટેજ પણ પોલીસે કબ્જો કયૉ હતાં.
અત્રે ઉલ્લેખનીય છેકે લાલા અમરા ગેંગ ભુતકાળમાં લૂંટ, હત્યા, રેપ ધાકધમકી સહિતના ગંભીર ઘટનાઓ નો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને આ ગેંગના સાગરીતો છાશવારે ગુનાખોરી ની ઘટનાઓમાં છવાયેલા રહે છે આ ખંડણી પ્રકરણે પોલીસે અટક કરેલ ત્રણેય આરોપીઓ ના કોવિડ ટેસ્ટ બાદ આવતીકાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરાશે તેમ સુત્રો એ જણાવ્યું હતું.

Previous articleહૈદરાબાદ ઝૂમાં ૮ એશિયાટિક સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
Next articleભાવનગર શહેરમાં જાહેરનામાના ભંગ બદલ વધુ ૯ દુકાનો સીલ કરાઈ