ભાવનગર એરપોર્ટ ઉપર મુખ્યમંત્રી રૂપાણી, મેયર કિર્તીબેન દાણીધારીયાએ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કર્યુ

434

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધરીયા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા. વડાપ્રધાન ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ એરફોર્સના હેલિકોપ્ટરમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોનું એક કલાક સુધી હવાઈ નિરીક્ષણ કર્યું હતું.આ હવાઈ નિરીક્ષણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડાપ્રધાન સાથે રહ્યા હતા અને તેમણે વડાપ્રધાને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ અને રાહત કાર્યોથી અવગત કર્યા હતા.હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભાવનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત રહ્યાં હતાં.