સુરતના કોર્પોરેટર સાથે બનેલી ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના દેખાવો

1162

શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકામાં બનેલ ઘટનાને વખોડી તાજેતરમાં સુરત મહાનગર પાલિકામાં પોલીસ તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના ચુંટાયેલા નગરસેવકો જેમાં ખાસ કરીને મહિલાઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામા આવતા જેના ઘેરા પડઘા પડ્યા છે. આ બનાવની વિરુધ્ધમાં ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો દ્વારા શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજાયો હતો. પોલીસ તંત્ર દ્વારા આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનમાં મહિલા પાંખ સહિતના તમામ કાર્યકરો હાજર રહ્યા હતાભાવનગર શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે આપ મહિલા પાંખ અને આપના તમામ કાર્યકરો દ્વારા સુરત મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર સાથે અમાનવીય વ્યવહાર વર્તન અને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ પ્રદર્શન વેળાએ પોલીસ દ્વારા આપના કાર્યકરોની અટકાયતકરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં આપના ભાવનગર શહેર પ્રમુખ હરદેવસિંહ જાડેજા, જીલ્લા પ્રમુખ અશોકગોહેલ, સંગઠન મંત્રી કૌશિક ભટ્ટ, સોશિયલ મીડિયા પ્રભારી હાર્દિક ડાખરા, મહામંત્રી આરીફભાઇ ગોલ્ડન ચા, નુરલહસને શેખ તેમજ મહિલા પાંખના આગેવાનો, કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.