મહુવા પાસે આવેલ માંગલ ધામ ભગુડા માતાજીના મંદિરના ૨૫મા પાટોત્સવની સાદાઈથી ઉજવણી કરાઈ

723

ભાવનગર મહુવા પાસે આવેલ વિશ્વ વિખ્યાતમાં ભગુડા માંગલ ધામમાં માતાજીના ૨૫ માં પાટોત્સવ નિમિત્તે સાદાઈથી હવન કરી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિને ધ્યાને લઇ પાટોત્સવના તમામ ભવ્ય કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા હતા.
દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભગુડા માંગલધામને આંગણે ભવ્યથી ભવ્ય માંગલ પાટોત્સવનું ધામધૂમથી સંતવાણી અને લોક ડાયરાનું આયોજન થતું હોય છે. માતાજીના સાનિધ્યમાં મંદિરનાં આંગણે યજ્ઞ, આરતી અને માતાજીની પૂજા કરવામાં આવી હતી. સાથે જ કોરોના નામના રાક્ષસને ખતમ કરવા માટે ભક્તજનોએ માતાજી પાસે પ્રાર્થના કરી હતી. જેમાં દરેક કલાકારોને માંગલ શક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. પરંતુ હાલની કોરોનાની મહમારીની પરીસ્થિતિને ધ્યાનમાં રાખી માંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના નિયમનું પાલન કરી પરંપરા મુજબ યજ્ઞ અને માતાજીની પૂજા વિધિ કરવામાં આવી હતી.
માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડાના પ્રમુખ માયાભાઇ આહીર અને ટ્રસ્ટી દ્વારા બધાજ માંગલછોરૂને ઘરે રહીને માં માંગલને આરાધના કરવા વિનંતી કરવામા આવી છે. ૨૦૨૦ થી ચાલતી વૈશ્વિક કોરોનાની મહામારીને કારણે આ વર્ષે પાટોત્સવામાં કરવામાં આવતા બધાજ કાર્યક્રમ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે હવન સરકારની ગાઇડલાઇનના નિયમો અનુસાર કરવામાં આવ્યો છે. માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ ભગુડા પાટોત્સવ નિમિતે માયાભાઈ કામળિયા, રામભાઈ કામળિયા, કથડભાઈ કામળિયા, લક્ષમણભાઈ કામળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.