શહેરના વિઠ્ઠલવાડીમાં મકાનનું ધાબુ ધરાશાયી થતાં મહિલાનું રેસક્યુ કરાયુ

869

શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારના મકાનનું ધાબુ ધડાકાભેર ધરાશાયી થતાં ધાબાના કાટમાળમાં મહિલા દબાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા રેસક્યુ કરાયુ હતુ, અને ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના વિઠ્ઠલવાડી વિસ્તાર, મહાનગર પાલિકા સંચાલિત સ્કુલ પાસે આવેલા બ્લોક નંબર ૮૫માં રહેતા બચુભાઈ ખોડાભાઈ ગોહેલની માલિકીના મકાનનું ધાબુ ધડાકાભેર ધરાશાયી થતા સ્થાનિકોમાં અફરાતફરીન ો માહોલ છવાયો હતો. ધાબુ ધરાશાયી થતા રૂમમાં રહેલ ગીતાબેન મહેશભાઈ ગોહેલ કાટમાળ નીચે દબાઈ જતાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ રેસક્યુ હાથ ધરી ગીતાબેન (ઉં.વ. ૫૫)ને ભારે જહેમત બાદ જીવિત અને ઈજાગ્રસ્ત હાલતે બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ભરતનગર બાદ વિઠ્ઠલવાડી વિસ્તારમાં પણ ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતના મોટાભાગના મકાનો જજર્રીત હાલતમાં હોય જે અંગે સ્થાનિક રહિશો દ્વારા બોર્ડ સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલા નહિ લેવાતા લોકોમાં ભારે રોષ છવાયો હતો. ધાબુ ધરાશાયી થયુ તે વેળા ગીતાબેનના પતિ મહેશભાઈ ઘરની બહાર સુતા હોય તેમનો બચાવ થયો હતો. જ્યારે મહેશભાઈનો પુત્ર હર્ષ નોકરી પર ગયો હોય તેનો પણ બચાવ થયો હતા

Previous articleમહુવા પાસે આવેલ માંગલ ધામ ભગુડા માતાજીના મંદિરના ૨૫મા પાટોત્સવની સાદાઈથી ઉજવણી કરાઈ
Next articleસલમાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો