શાહરૂખની પુત્રી સુહાનાને લગ્નનો પ્રસ્તાવ મળ્યો

847

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૬
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાનાએ ભલે હજુ સુધી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું નથી તેમ છતાં તે સૌથી વધુ પોપ્યુલર સ્ટારકિડ છે. હાલમાં જ સુહાનાએ તેની ૨૧મી બર્થડે સેલિબ્રેટ કરી અને આ બર્થડે સેલિબ્રેશનના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. પણ, હવે સુહાનાને સોશિયલ મીડિયા પર લગ્નના પ્રસ્તાવ મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે ગૌરી ખાને સોશિયલ મીડિયા પર દીકરી સુહાનાને બર્થડે વિશ કરવા માટે એક સુંદર ફોટો શેર કર્યો હતો. આ ફોટો ત્યારબાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. સુહાનાના આ ફોટો પર ફેન્સે ખૂબ કોમેન્ટ્‌સ કરી અને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી. પણ, એક એવી કોમેન્ટ આવી કે ઘણાં લોકોનું ધ્યાન તે તરફ ખેંચાયુ. સુહેબ નામના યૂઝરે શાહરુખની દીકરી સુહાનાના ફોટો પર કોમેન્ટમાં લખ્યું કે ગૌરી મેમ, મારા લગ્ન સુહાના સાથે કરાવી દો. મારું મહિનાનું પેમેન્ટ રૂપિયા ૧ લાખથી વધુ છે.’ અહીં નોંધનીય છે કે બોલિવૂડમાં આવતા પહેલા જ સુહાનાના ફેન્સ ઝડપથી વધી રહ્યા છે. સુહાનાએ ન્યૂયોર્કમાં મિત્રો સાથે બર્થડેની ઉજવણી કરી. હાલ સુહાના અમેરિકામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહી છે. સુહાનાની રુચિ એક્ટિંગ તરફ છે. સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે જ્યારે શનાયા કપૂરની ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે, જેનો પ્રોડ્યુસર કરણ જોહર છે. ત્યારબાદ સુહાનાની ડેબ્યુ ફિલ્મની પણ રાહ જોવામાં આવી રહી છે.