શહેરનીHCG હોસ્પિ.માં કેન્સરની અધતન સારવાર ઉપલબ્ધ બની

540

કેન્સર જેવી મહા વ્યાધિ ની અધતન સારવાર હવે ભાવનગર શહેરમાં આવેલી એચસીજી હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે કેન્સરની જટિલ તથા ખચૉળ સારવાર માટે ભાવનગર ઉપરાંત અમરેલી, ગિરસોમનાથ જિલ્લા માથી કેન્સરના દર્દીઓને લખલૂંટ ખર્ચ કરીને સારવાર માટે છેક અમદાવાદ જવું પડતું હતું પરંતુ હવે અમદાવાદ જેવી સારવાર ભાવનગર શહેર માં મળી શકશે.HCG હોસ્પિટલ ભાવનગર શહેર માં છેલ્લા છ વષૅથી કાયૅરત છે વિવિધ પ્રકારના રોગો ની અધતન સારવાર માટે આ હોસ્પિટલ ટૂંકા ગાળામાં પ્રખ્યાત બની છે અને દિનપ્રતિદિન રોગ મુજબ લેટેસ્ટ મેડિકલ સાધનો કુશળ અને અનુભવી ડોક્ટરો દ્વારા પેશન્ટો ની સારવાર કરવામાં આવે છે

આજકાલ વધતાં જતાં કેન્સરના પેશન્ટો ની સંખ્યા તથા ભાવનગર, અમરેલી, ગિરસોમનાથ, વેરાવળ, ઉના સહિતના પંથક માથી વષૅ દહાડે મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓને આધુનિક સારવાર માટે ફરજિયાત અમદાવાદ જવું પડતું હતું પરંતુ હવે કેન્સરનો ઝડ માથી ઈલાજ માટે આધુનિક તબિબ વિજ્ઞાન દ્વારા વિકસાવવામાં આવેલ રેડીએશન શેક થેરાપી vmatની સુવિધા શહેરની એચસીજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે ખૂબ ઓછા સમયમાં અને કારગર પધ્ધતિ થી અનેક કેન્સર પિડીતો ના જીવ બચાવવામાં સફળતા મળશે આ સારવાર માટે બહારગામથી આવનાર પેશન્ટો તથા તેની સાથે રહેલ સ્વજનોને રહેવા-જમવા ની સવલત પણ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવશે આ થેરેપી નો પ્રાથમિક અંદાજીત ખચૅ ૧.૮૦ લાખ જેવો થશે આ સુવિધા ને લઈ ને એચસીજી ના રેડીયોલોજીસ્ટ હિરપરા એ માહિતી આપી હતી.