૫૦૦ રૂપિયાની નકલી નોટોમાં ઉછાળો, રિઝર્વ બેન્કના રિપોર્ટમાં ખૂલાસો

246

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
૨૦૧૬ની સાલમાં સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, તેની પાછળનું એક મોટું કારણ એ હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નકલી નોટોનું એક મોટું બજાર એક ઝાટકે ખત્મ કરવાનું. તેમાં મોટી સફળતા સરકારને મળી પણ પરંતુ એક વખત ફરીથી નકલી નોટોનું માફિયા માથું ઉંચકવા લાગ્યા છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે નકલી નોટોનો વેપાર ઝડપથી ફૂલ્યો ફાલ્યો છે. ઇમ્ૈંના રિપોર્ટમાં ખુલાસો થયો કે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૫.૪૫ કરોડ રૂપિયાથી વધુની નકલી નોટ પકડી છે. નોટબંધી બાદ સરકારે ૫૦૦ રૂપિયાની મહાત્મા ગાંધી સીરીઝની નોટ રજૂ કરી હતી, આ નોટ્‌સને લઇ દાવો કરાયો હતો કે તેમાં સિક્યોરિટી ફીચર્સ વધુ છે તેને કોપી કરવી કે તેનાથી નકલી નોટ બનાવી પણ મુશ્કેલ છે. પરંતુ ઇમ્ૈંના વાર્ષિક રિપોર્ટમાં એ કહ્યું છે કે ૫૦૦ રૂપિયાની નકલી નોટોમાં ઉછાળો આવ્યો છે. રીઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે પાછલા નાણાંકીય વર્ષના મુકાબલે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ૫૦૦ રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં ૩૧.૩ ટકાનો ઉછાળો આવ્યો છે.
નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૦૦ રૂપિયાની ૩૦૦૫૪ નકલી નોટો પકડાઇ હતી. જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૯૪૫૩ નકલી નોટ પકડી છે. જો કે બીજી કરન્સીની નકલી નોટોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રિપોર્ટના મતે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૮,૬૨૫ નકલી નોટ પકડાઇ છે. તેમાંથી ૮૧૦૭ નોટ એટલે કે અંદાજે ૪ ટકા નકલી નોટો ઇમ્ૈંએ પકડી છે. જ્યારે બેન્કોએ ૨,૦૦,૫૧૮ નોટ એટલે કે અંદાજે ૯૬ ટકા નકલી નોટ પકડી છે. આ સિવાય ૨૦૦૦ રૂપિયાની ૮૭૯૮ નકલી નોટ બેન્કોએ પકડી છે.
જો કે સંખ્યાની વાત કરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સૌથી વધુ ૧૦૦ રૂપિયાની નકલી નોટ પકડાઇ છે. રિપોર્ટના મતે ૧૦૦ રૂપિયાની ૧,૧૦,૭૩૬ નોટ પકડાય ગઇ છે તેની કુલ વેલ્યુ ૧,૧૦,૭૩,૬૦૦ રૂપિયા બની છે. જો કે આ સંખ્યા પણ પાછલા નાણાંકીય વર્ષની સરખામણીમાં ઓછી છે. પાછલા નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૦૦ રૂપિયાની ૧,૬૮,૭૩૯ નોટ પકડાઇ હતી. એટલે કે તેની કુલ વેલ્યુ ૧,૬૮,૭૩,૯૦૦ રૂપિયા છે.
આ સિવાય નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨ અને ૫ રૂપિયાની ૯ નોટ પકડાઇ છે, જ્યારે ગયા વર્ષે ૨૨ નોટ પકડાઇ હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦ રૂપિયાની ૩૦૪ નોટ, ૨૦ રૂપિયાની ૨૬૭ નોટ, ૫૦ રૂપિયાની ૨૪૮૦૨ નોટ, ૧૦૦ રૂપિયાની ૧૧૦૭૩૬ નોટ અને ૨૦૦ રૂપિયાની ૨૪૨૪૫ નકલી નોટ પકડાઇ છે.