વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની વ્હારે બાવળીયાળી ઠાકર દુવારો

659

કોરોના કહેર અને તાઉ-તેની તારાજીથી કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે. કુદરતના પ્રકોપનેને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. માણસને પોતાના માટે શુ કરવું તે નક્કી નથી ત્યારે અબોલ પશુ તો માણસના ભરોસે છે. ત્યારે ગીરના નેહમાં રહેતા આવા અબોલ પશુઓ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે માલધારું સમાજના આગેવાનો આવ્યા છે

ભાવનગરના નગાલાખાના ઠાકર બાવળીયાળી ખાતે માલધારી સમાજના સંત રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણાથી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી આજરોજ ટ્રકોને રવાના કરવામાં આવ્યા હતા. આ રાહત સામગ્રી તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જુનાગઢ સહીતના જિલ્લામાં ૧૦૦થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની ૧૫૦૦થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું પહોંચાડવા આવશે. વિજયભાઈ ભડીયાદરા દ્વારા જણાવ્યું હતું કે, આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પોહચશેં. જ્યાં લગભગ ૫૪ નેહ છે. તોઉ-તે વાવઝોડાને લીધે અસંખ્ય જે લોકોને રહેવા માટે છાપરા પણ રહ્યા નથી. ઢોર-ઢાંખર માટે ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleશ્રીલંકાના દિગ્ગજ ખેલાડી હેરાથ બની શકે છે બાંગ્લાદેશ ટીમનો કોચ
Next articleવરતેજ હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જવાનનાં વારસદારને રૂપિયા દોઢ લાખથી વધુની મરણોત્તર સહાય