વરતેજ હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જવાનનાં વારસદારને રૂપિયા દોઢ લાખથી વધુની મરણોત્તર સહાય

600

ભાવનગર જિલ્લાનાં વરતેજ હોમગાર્ડઝ યુનીટમાં છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા હોમગાર્ડ જવાન જાદવભાઈ આર. સોલંકીનું ગત માર્ચ મહિના દરમ્યાન માંદગીના કારણે તેમના ઘરે અવસાન થયું હતું. ત્યારબાદ વરતેજ હોમગાર્ડ યુનિટ ઓફિસર કમાન્ડિંગ બી.વી. પરમારએ જાદવભાઈ સોલંકીનાં વારસદારને મરણોત્તર સહાય મળે તે માટે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાને રજૂઆત કરતા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટે આ રજૂઆતને હકારાત્મક રીતે કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝને દરખાસ્ત કરતા હોમગાર્ડઝ જવાન જાદવભાઈ સોલંકીનાં વારસદારને મરણોત્તર સહાય રૂપિયા એક લાખ પંચાવન હજાર મંજૂર કરવામાં આવેલ. જે અંગેનો ચેક આજરોજ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાનાં હસ્તે જાદવભાઈ સોલંકીના વારસદારને આપવામાં આવેલ આ ચેક વિતરણ દરમ્યાન ભાવનગર જિલ્લા હોમગાર્ડઝનાં સ્ટાફ ઓફિસરશ્રી એલ.સી. કોરડીયા, વરતેજ યુનિટના ઓફિસર કમાન્ડિંગ બી.વી. પરમાર તથા સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાનનાં પરિવારજનો ખાસ ઉપસ્થતિ રહ્યા હતા.