વાયરલ રોગ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનાં ડોઝનું વિવેકાનંદ કોલેજ દ્વારા વિતરણ

521

સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીક્લ કોલેજ અને હોસ્પિટલના સૌજન્ય દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલયે ભલામણ કરેલ છે તેવી કોરોના, સ્વાઈન ફલ્ય વિગરે જેવા વાઈરલ રોગો સામે રોગ પ્રતિકાર શકિત વધારવા માટે અને તેની સામે રક્ષણ મળી રહે તે માટેની હોમિયોપેથીક દવાના ડોઝનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરના તમામ ૧૩ વોર્ડમાં મળીને કુલ ૩૯ સ્થળો પર એક જ સમયથી એક સાથે શહેરીજનોને આ મહામારીમાં તેમનું આરોગ્ય સચવાઈ રહે અને સારી રીતે સ્વસ્થ રહે તે માટે દવાના ડોઝ તમામ શહેરીજનોને વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ હોસ્પિટલના ઈન્ટર્ન તબીબો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાનીની કાળજી સાથે આ દવાઓનું તમામને વ્યકિતગત રીતે વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યની વ્યવસ્થામાં શહેર ભાજપાની ટીમનો સહયોગ તથા માર્ગદર્શન પ્રાપ્ત થયેલ હતું. તથા મંત્રી વિભાવરીબેન તથા ધારાસભ્ય જીતુભાઈ દ્વારા પણ આ કાર્યને સરાહવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તમામ લોકો માટે સિદસર હોસ્પિટલ ખાતેથી આ રોગ પ્રતિરોધક શક્તિ વધારવા માટેની દવાઓનું વિનામૂલ્યે વિતરણ થઈ રહયુ છે. અને અત્યાર સુધીમાં સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ દ્વારા આશરે આઠ લાખથી વધારે લોકોને આ દવાના ડોઝ વિનામૂલ્ય આપવામાં આવ્યા છે.

Previous articleવરતેજ હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડઝ જવાનનાં વારસદારને રૂપિયા દોઢ લાખથી વધુની મરણોત્તર સહાય
Next articleરાજકોટના ૧૮૯ ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ