રાજકોટના ૧૮૯ ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ

350

(સં.સ. સે.) રાજકોટ,તા.૧
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને ૧૫૦ નીચે આવી ગઇ છે. આજે નવા ૮૨ કેસ નોંધાયા છે. શહેરમાં રવિવારે ૧૧૪ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં ૫૧ કેસ મળી કુલ ૧૬૫ કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોના કેસ ઘટવામાં રસીકરણ પણ મોટો રોલ ભજવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અનેક ગામ કોરોનામુક્ત બની રહ્યાં છે. આંકડા મુજબ, રાજકોટ જિલ્લાના ૧૮૯ ગામ કોરોના મુક્ત થયા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના ૪૧૦ ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૪૪ ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના ૪ ગામ જ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં ૭૫ ગામમા ૦ પોઝિટિવ કેસ નોંધાયા. તો સૌથી ઓછા ધોરાજી તાલુકામાં ૧૬ ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. આ આંકડા બતાવે છે કે, રાજકોટ જિલ્લામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. એપ્રિલ માસ રાજકોટ માટે સૌથી કપરો સાબિત થયો હતો. પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં સ્થિતિ થાળે પડી જશે તેવી આશા બંધાઈ છે. રાજકોટ જિલ્લામાં ૫૪૨ સર્વેલન્સની ટીમે ૩૬૯૬૬ લોકોનો સર્વે કરતા માત્ર ૯૯ લોકોમાં જ લક્ષણો જોવા મળ્યા હતા. તો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગઈકાલે મહત્વની જાહેરાત કરી કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ બેડની બાળકોની હોસ્પિટલ તૈયાર કરાશે. સમરસ હોસ્ટેલમાં ૪૦૦ બેડ સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરાયા છે. ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા પર ખાસ ફોક્સ કરાયું છે. આ માટે સ્પેશિયલ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા આગામી ૨ દિવસમાં બધુ ફાઇનલ કરશે.

Previous articleવાયરલ રોગ સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવાનાં ડોઝનું વિવેકાનંદ કોલેજ દ્વારા વિતરણ
Next articleચીનમાં માણસમાં ૐ૧૦દ્ગ૩ બર્ડ ફલુનો સ્ટ્રેન મળતાં સમગ્ર વિશ્વમાં ફફડાટ