શહેરના ૧૮ થી ૪૪ વર્ષના લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લઇ શકશે

518

ભાવનગર મહાપાલિકા વિસ્તારમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષની વયના તમામ લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને કોરોનાની રસી લઇ શકશે. આ માટે વેબસાઇટઃ https://selfregistration.cowin.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં તમારો મોબાઈલ નંબર આપીને ગેટર્ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે ૧૮૦ સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
OTP સબમિટ કરતાં જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. જેમાં, ફોટો આઇ.ડી. માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન, પાસબુક, એન.પી.આર. સ્માર્ટ કાર્ડ કે વોટર આઇ.ડી. પણ માન્ય રહેશે.
હવે તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇ.ડી. નંબર આપવાનો રહેશે. તેમાં નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે અને ત્યારબાદ રજીસ્ટર/સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.ત્યારબાદ શેડ્યુલ બટન પર ક્લિક કરવાનું રહેશે અને પછી Schedule Now બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. જે પીનકોડ અથવા ડિસ્ટ્રિક્ટથી સર્ચ કરવાનું રહેશે. પીનકોડથી સેન્ટર પસંદ કરવાં માટે ૩૬૪૦૦૧ થી ૩૬૪૦૦૬ સુધીના વિકલ્પ પસંદ કરી શકાશે.
ડિસ્ટ્રિક્ટથી સેન્ટર પસંદ કરવાં માટે ગુજરાત અને ત્યારબાદ ભાવનગર કોર્પોરેશન પસંદ કરવાનું રહેશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી શકો છો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું કરવાથી તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. આ રસીકરણનો લાભ લેવાં કુટુંબીજનો અને સ્નેહીજનો સાથે ભાવનગરવાસીઓ ઝડપથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવે તે માટે મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધીએ અપીલ કરી છે.