ઐશ્વર્યા રાય બચ્ચની એક નહીં પણ અનેક હમશકલ છે

249

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨
ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની ખૂબસૂરત અદાકારાઓમાંથી એક છે. એક્ટ્રેસની ફેન ફોલોઈંગ પણ ઘણી છે, એ તે સૌ કોઈને ખબર છે. એક્ટ્રેસની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. ઐશ્વર્યા રાય જેવી દેખાતી અને બીજી સોશિયલ મીડિયા સેન્સેશન પણ છે, જેની તસવીરો વાયરલ થતી રહે છે. ઐશ્વર્યા જેવી દેખાતી એક, બે નહીં પરંતુ પાંચ એક્ટ્રેસ, મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સર છે. ઐશ્વર્યા રાયની બચ્ચનના હમશકલની લિસ્ટમાં આમના ઈમરાનનું નામ હમણા જ જોડાયું છે. આમના ઈમરાન નામની આ પાકિસ્તાની મહિલા હૂબહૂ ઐશ્વર્યા રાય જેવી દેખાય છે. આમના ઈમરાન, પાકિસ્તાનની મેડિકલ પ્રોફેશનલ છે. સોશિયલ મીડિયા સ્ટાર અમૂઝ અમૃતાની તુલના પણ ઐશ્વર્યા સાથે થઈ ચુકી છે. ઐશ્વર્યાનો એક સીન રીક્રિએટ કરતો તેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. મરાઠી અભિનેત્રી માનસી નાઈકની તુલના પણ ઐશ્વર્યા રાય સાથે થતી રહી છે. તો સલમાન ખાનની શોધ સ્નેહા ઉલ્લાલની તો બોલીવુડમાં એન્ટ્રીની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે તુલના થવા લાગી. ત્યાં સુધી કે તેને ઐશ્વર્યાની કોપી સુધ્ધા કહેવામાં આવી. આજે અમે આ ચાર વિશે વાત નહીં કરીએ. અમે એક એવી મોડેલ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જેની તુલના પણ ઐશ્વર્યા રાય સાથે થતી રહે છે. એકવાર તમે પણ છેતરાઈ જશો. તેની આંખો અને તૈયાર થવાનો ઢંગ બિલકુલ ઐશ્વર્યા જેવો છે. ઈરાનની મોડલ મહલાઘા જબેરીને પણ ઐશ્વર્યા રાયની હમશકલ માનવામાં આવે છે. ગ્રે આંખોથી લઈને હોઠો સુધી તેને ચહેરો ઘણો ઐશ્વર્યા સાથે મળતો આવે છે. મહલાઘા ઝવેરી ભારત પણ આવી ચુકી છે. તે ૨૦૧૯માં ભારત આવી હતી, જે બાદ તેણે એક મંદિર બહાર પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયામાં મહલાઘાની ફેન ફોલોઈંગ ઘણી છે. ઈંસ્ટ્રાગ્રામ પર તેને ૩૦ લાખથી વધુ લોકો ફૉલો કરે છે. મહલાઘા ઝવેરી એક મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. તેમણે અનેક ઈન્ટરનેશનલ મેગેઝિનના કવર પેજ પર પણ જગ્યા બનાવી છે. આમ તો અત્યાર સુધી પાંચ છોકરીઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમની તુલના ઐશ્વર્યા સાથે થાય છે. તમને એમાંથી કઈ સૌથી વધુ ઐશ્વર્યા જેવી લાગે છે? આ વિશે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો.