યામી ગૌતમના લગ્ન પછી પહેલો ફોટો આવ્યો સામે, નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી

124

(જી.એન.એસ)મુંબઈ,તા.૬
યામી ગૌતમ તાજેતરમાં જ ડિરેક્ટર આદિત્ય ધાર સાથે લગ્ન કર્યા હતા. યામીએ પોતે જ તેમના લગ્નની ઘોષણા ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કરી છે. આદિત્ય સાથે ફોટો શેર કરતાં, યામીએ લખ્યું, તમારા પ્રકાશમાં હું પ્રેમ કરવાનું શીખી. યામીએ લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી. અને આદિત્યએ ઓફ-વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી. બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા.લગ્ન બાદ હવે યામીનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં તે એક નવી નવેલી દુલ્હનના પરિધાનમાં જોવા મળી રહી છે. ગ્રીન કલરની સાડી પહેરીને, માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં બંગડીઓ, પહેરીને યામી ખૂબ સુંદર અને મનોહર લાગી રહી છે.
યામીનો આ ફોટો તેમના લગ્ન માટે આવેલા કેટરર્સ અને ડેકોરેટર ગીતેશ શર્માએ શેર કર્યો છે. તેમણે યામી અને આદિત્ય બંનેનો સાથે ફોટો શેર કર્યો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.યામીના લગ્ન બાકીના સેલેબ્સની જેમ ધુમ ધામથી નઈ પણ તેમના ઘરે હિમાચલમાં ખૂબજ સિંપલ રીતે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે કર્યા હતા. તેમના વેડિંગ લુક વિશે વાત કરીએ તો, યામીએ લગ્નમાં પહાડી લુલ્હનનો લૂક કૈરી કર્યો હતો.
તેમણે પહાડી નથ પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ત્યા સુધી કે યામીના લગ્નના બાકીના ફંક્શન્સ પણ સિંપલ હતા. મહેંદીમાં, યામીએ ડાર્ક યેલો શેડનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. યામી સાથે આદિત્ય પણ હતા.
યામી અને આદિત્યએ પોતાના સંબંધો બધાથી છુપાવીને રાખ્યા હતા. ક્યારેય કોઈને ભણકારો પણ આવા ન દિધો કે બંને એક બીજાને પ્રેમ કરે છે. તમને જણાવી દઈએ કે આદિત્ય ફિલ્મ ઉરીનાં નિર્દેશક અને લેખક હતા, જેમાં યામી ગૌતમ અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતા. ઉરી દ્વારા જ આદિત્યએ દિગ્દર્શનમાં ડેબ્યું કર્યું હતું. બધા જ જાણે છે કે ફિલ્મ સુપરહિટ બની હતી, પરંતુ આ ફિલ્મ પછી બંનેની લવ સ્ટોરી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે વિશે કોઈને ખબર નથી.