ભાવનગર શહેરમાં ચોમાસું નજીક આવતા પ્રિમોન્સુન કામગીરી ૭૦ ટકા પૂર્ણ

320

ભાવનગરમાં પ્રિમોન્સુનની બાકી ૭૦ ટકા કામગીરી પુરી થતા ચોમાસુ આંબી જાશે, ભાવનગરમાં ચોમાસમાં અડધાથી એક ઈંચ વરસાદ પડે ત્યાં જ પાણી ભરાવાની ફરિયાદો ચાલુ થઈ જાય છે. કારણ કે પ્રિમોન્સુન કામગીરીમાં ધ્યાન નહીં દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો નથી. પરંતુ હાલમાં તંત્રએ દાવો કર્યો છે કે, હાલમાં પ્રિમોન્સુનની કામગીરી ચાલુ જ છે. રૂપિયા ૨૫ થી ૩૦ લાખનો ખર્ચ થવાની ધારણા છે.
ચોમાસા પહેલા તમામ કામગીરી પુરી થઈ જશે તેવું તંત્ર દાવા કરી રહ્યું છે.ભાવનગરમાં ચોમાસમાં અડધાથી એક ઈંચ વરસાદ પડે ત્યાં જ પાણી ભરાવાની ફરિયાદો ચાલુ થઈ જાય છે. કારણ કે પ્રિમોન્સુન કામગીરીમાં ધ્યાન નહીં દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ સમયસર થતો નથી. પરંતુ હાલમાં તંત્રએ દાવો કર્યો છે કે, નદી- નાળા, બોક્સ ડ્રેઈન, ઓપન ડ્રેઈન, ખુલ્લી ચેનલોની સફાઈની ૬૫ થી ૭૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીની ૧૦૦ ટકા કામગીરી ૧૫મી જૂન સુધીમાં થઈ જશે. ચોમાસા આડે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષે ચોમાસુ સારુ થવાનો વરતારો છે. ત્યારે ભારે વારસાદમાં શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ તે પૂર્વે જ પાણી નિકાલના સ્થળોની પુરતી સફાઈ કરવામાં નહીં આવે તો ફરી પાણી ભરાવાની સમસ્યા ઉભી થશે તો નવાઈ નહિ.જોકે, હાલમાં શહેરમાં મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નદી-નાળા, બોક્સ ડ્રેઈન, ઓપન ડ્રેઈન, ખુલ્લી ચેનલોની સફાઈ કામગીરી ચાલુ છે. જેનો લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોમાસા પહેલા પુરી થશે કે કેમ તે સવાલ છે. તંત્રએ દાવો કર્યો છે કે, ૧૫ જૂન સુધીમાં કામગીરી પુરી થઈ જશે. પરંતુ તે પહેલા ભારે વરસાદ પડશે તો એજન્સી કામગીરીમાં ધાંધિયા દેશે તે પહેલા તંત્રએ શાસકોએ વોચ રાખવી જરૂરી છે. શહેરનાં મોતીતળાવ સિદસરરોડ ખારા વિસ્તાર તથા ફુલસર, ક.પરા વોર્ડમાં હાદાનગર, પોપટનગર, શિવનગર તેમજ બોરતળાવ ધોબી સોસાયટી વગેરે વિસ્તારમાં સ્થળ પર જઈને મેયર કિર્તીબેન દાણીધરિયાએ પ્રિમોન્સુન કામગીરીનું નિરિક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
મેયર કિર્તીબેન જણાવ્યું હતું કે હાલમાં પ્રિમોન્સુનની કામગીરી ચાલુ જ છે. અંદાજીત રૂપિયા ૨૫ થી ૩૦ લાખનો ખર્ચ થવાની ધારણા છે. પહેલા ૩૦ લાખની આસપાસનો ખર્ચ પ્રિમોન્સૂન કામગીરીમાં થતો અને હવે નવા સીમાંકન પ્રમાણે ભાવનગર મહાનગર પાલિકામાં અન્ય પાંચ ગામોનો સમાવિષ્ટ થતા વધુ ૧૫ થી ૨૦ લાખ ખર્ચ થઈ શકે તેવી શક્યતા હોય એટલે કે ૫૦ લાખની આસપાસનો કુલ ખર્ચ પ્રિમોન્સૂન કામગીરીમાં થઈ શકે છે. જો કે ચોમાસા પહેલા તમામ કામગીરી પુરી થઈ જશે. જેમાં સિદસર રોડ, ખારા વિસ્તાર તથા ક.પરા વોર્ડ સહિત ઘણી જગ્યાએ એક સાથે કામગીરી ચાલી રહી છે.