ભાવનગરમાં સૌ-પ્રથમ વખત શૈક્ષણિક સંસ્થા દ્વારા કોરોના રસી કેમ્પનું આયોજન કરાયું

257

ભાવનગર મહાપાલિકાના હેલ્થ સેન્ટરના સહયોગથી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે કોરોના વેક્સિનેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિધાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ વાલીઓ અને શુભેચ્છકોઓએ કેમ્પનો બહોળો પ્રમાણમાં લાભ લીધો હતો. સૌ-પ્રથમ કોઈ શૈક્ષણિક સંસ્થા દ્વારા વેક્સિનેશનની પહેલ કરવામાં આવી છે.રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને તેના પરિવાર માટે ભાવનગર(પૂર્વ)ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ અને મહિલા બાલ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેના પ્રયાસોથી ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી દેવરાજનગર કોલેજના હોલ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.આ કોરોના મહામારીમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા ઉકાળા વિતરણ, કીટ વિતરણ, કોરોનાના વિશે સાચી જાણકારી માટે જાગૃતિના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવ્યા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ વાલીઓ અને શુભેચ્છકો સહિત ૭૦૦ થી વધુ રસીનો પહેલો ડોઝ લઈ કોરોના સામે લડવા સક્ષમ બન્યા છે.
નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ કોરોનાને હરાવવા માટે ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસ રાખવું જોઈએ. અને વધારેને વધારે પ્રમાણમાં વેક્સિનેશન થાય તો જ કોરોના સામે લડી શકીશું. વિશ્વમાં ભારત દેશમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતો દેશ છે. આ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ અને તેના પરિવારજનોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.