છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૦૪૭૧ નવા પોઝિટિવ કેસ

219

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૧૫
દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. ૭૬ દિવસ બાદ કોરોના સંક્રમિત થનારા લોકોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ ૧૦ લાખની નીચે આવી ગઈ છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે ૯૫.૬ ટકાએ પહોંચી ગયો છે. આ ઉપરાંત મહામારી સામે લડતાં દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન પણ વેગવંતુ બની રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૦,૪૭૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૨૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૫,૭૦,૮૮૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૫,૯૦,૪૪,૦૭૨ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૮૨ લાખ ૮૦ હજાર ૪૭૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૧૭,૫૨૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૯,૧૩,૩૭૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૭૭,૦૩૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૮,૧૩,૭૫,૯૮૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૫૧,૩૫૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૦૫ કેસ નોંધાયા છે. જેની સામે ૧૧૦૬ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૬ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૦૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૭.૬૨ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૦૫,૫૮,૦૨૪ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. સોમવારે કુલ ૨,૯૩,૧૩૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૪૭, સુરતમાં ૭૮, વડોદરામાં ૬૧, રાજકોટમાં ૩૨, જૂનાગઢમાં ૩૦, ગીર સોમનાથમાં ૨૦, પોરબંદરમાં ૧૬, ગાંધીનગરમાં ૧૩, અમરેલીમાં ૧૨, નવસારી, ભરુચમાં ૯-૯, બનાસકાંઠા, જામનગર, ખેડા, વલસાડમાં ૮-૮, પંચમહાલમાં ૭, આણંદમાં ૬, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ૫-૫, સાબરકાંઠા, ભાવનગર, તાપીમાં ૪-૪, મહીસાગરમાં ૩, અરવલ્લી, મોરબીમાં ૨-૨ અને નર્મદામાં ૧ સહિત કુલ ૪૦૫ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૬ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં ૨, સુરતમાં ૨, જ્યારે રાજકોટ, ભરૂચમાં ૧-૧ દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં ૧૮૩, સુરતમાં ૧૪૩, વડોદરામાં ૧૮૦, રાજકોટમાં ૩૩, મહેસાણામાં ૯૭, ગાંધીનગરમાં ૬૮, ગીર સોમનાથમાં ૪૫, આણંદમાં ૪૪, અમરેલીમાં ૩૬, જૂનાગઢમાં ૨૯, ખેડા, ભાવનગરમાં ૨૭-૨૭, જામનગર, કચ્છમાં ૨૩-૨૩ સહિત કુલ ૧૧૦૬ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

Previous articleબીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સ્પષ્ટતાઃ શ્રીલંકાના પ્રવાસ પર રાહુલ દ્રવિડ હશે ટીમ ઇન્ડિયાના કોચ
Next articleબાળકોમાં કોવેક્સિનના પરીક્ષણ માટે નોંધણી શરૂ