રથયાત્રાની તૈયારીઓ શરૂ…

637

આગામી તા.૧૨ જુલાઈ, અષાઢીબીજનાં રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની તડામાર તૈયારીઓનાં ભાગરૂપે ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતે ભગવાનનાં રથનું સફાઈ કામ શરૂ કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં શરતો અને નિયમોને આધીન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે. ત્યારે ભાવનગરમાં પણ જગન્નાથજીનાં રથને શહેરમાં ફરવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં આવશે તેવી આયોજકો આશા સેવી રહ્યા છે.