ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં તળાજા, અલંગ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો

1016

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસોથી વાદળ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભાવનગરમાં શહેરમાં આજે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે ઢળતી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં તોઉ-તે વાવઝોડાના એક મહિના બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અને રોડ પર પાણી ફરી વળ્યાં છે. મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ગુમ થયેલા વરસાદે દિવસો બાદ જિલ્લામાં હાજરી નોંધાવતા ખેડૂતોને હૈયે હાશકારો થયો છે. પંદરથી વીસ દિવસનાં લાંબા અંતરાલ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી દસ્તક દિધી છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તળાજાના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. સાંજે મેઘરાજાએ ભાવનગર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરીતો બીજી તરફ મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાઓ વરસી રહ્યાં હોવાના વાવડ મળી રહ્યાં છે. જિલ્લામાં વરસાદનું આગમન થતાં શહેરીજનોને પણ વરસાદની આશાઓ બંધાઈ છે. બપોરના સુમારે શહેરના પ્રવેશદ્વાર ના કેટલાક વિસ્તારોમાં હળવું ઝાપટું વરસ્યું હતું. અને ઢળતી સાંજે મેઘરાજાએ ભાવનગર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.

Previous articleભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૨૨૪ નવા કેસ નોંધાયા
Next articleકુંભારવાડામાં પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતા દુષીત પાણીથી લોકો ત્રસ્ત