એક સમયે રસ્તા પર બેસીને નોરાએ કપડા વેચ્યા હતા

75

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૧
નોરા ફતેહી સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે અને હાલમાં જ તેણે એક એવો વીડિયો શૅર કર્યો છે જેને જોઇને તમે હસી પડશો અને હેરાન પણ થઇ જશો. આ વીડિયો જોયા બાદ સોશ્યલ મિડીયા યુઝર્સ ખુબ કમેન્ટ કરી રહ્યાં છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં નોરા ફતેહી કપડાના ઢગલા વચ્ચે બેસી છે અને તેની આસપાસ ઘણા લોકો છે. નોરા મજાકીયા અંદાજમાં કપડા વેચી રહીછે. તે કહે છે કે આ ૫૦૦નું છે, આ ૨૦૦ રૂપિયાનુ સાથે કહે છે કે આ બેન્કોકનો માલ છે. કોઇ લઇ લો. આ વીડિયો રોડ સાઇડ ફ્લી માર્કેટનો સીન ક્રિએટ કરે છે. નોરા ફેરીયાની જેમ નીચે બેસીને બૂમો પાડી રહી છે. વીડિયોમાં નોરાના હાથમાં ગ્રીન કલરનું શોર્ટ્‌સ છે અને કહી રહી છે કે માત્ર ૫૦૦ રૂપિયાનું લઇ લો. આ વીડિયો પર લોકોએ ખુબ કમેન્ટ કરી છે અને નોરાના વીડિયોને ક્યુટ કહી રહ્યાં છે. એક ઇન્ટરવ્યૂમાં નોરાએ પોતાના બોલિવુડના સ્ટ્રગલને વિશે વાત કરી. નોરાએ કહ્યુ કે, તેના માટે કેનેડા છોડવુ સહેલુ ના હતુ. પોતાનો દેશ, પોતાના મિત્રો છોડીને ભારત જેવા દેશમાં આવવુ, જ્યાં મને કોઇ ઓળખતુ નથી, મારા માટે મુશ્કેલ હતુ પરંતુ કેટલાક વર્ષોમાં મેં જગ્યા બનાવી દીધી અને તેનાથી હું ખુશ છું. નોરાએ આગળ કહ્યુ કે, હું માત્ર ૫૦૦૦ રૂપિયા લઇને ઇન્ડિયા આવી હતી, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યાં મને દર અઠવાડિયે ૩૦૦૦ રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટીન મેનેજ કરવાનું ઘણું મુશ્કેલ હતુ.જોકે મેં મેનેજ કરી દીધુ , જેથી અઠવાડિયાના અંતે પૈસા પૂરા ના થાય. નોરા ફતેહીએ કહ્યુ કે, મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યુ છે પરંતુ તે સમય સુધી હું પોપ્યુલર ના હતી પરંતુ દિલબર સોંગ મારા માટે ટર્નિગ સાબિત થયું. બોલિવુડમાં ફ્રી સ્ટાઇલ અંદાજ મને ગમે છે અને આ માટે આ ડાન્સ ફોર્મ મારા માટે નેચરલ રીત છે. આ જ કારણ છે કે ,તે પોતાના ડાન્સ મૂવ્સને કારણે ઇન્ડિયામાં ખૂબ જ પૉપ્યુલર થઇ છે. ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેનના સોંગ દિલબરમાં નોરા જોવા મળી હતી અને આ સોંગે યૂટ્યૂબ પર ખૂબ જ ટ્રેન્ડ થયુ હતુ. નોરાએ આ સોંગથી ખૂબ જ પૉપ્યુલારિટી મેળવી અને નોરાએ પોતાના ડાન્સ મૂવ્સની મદદથી બોલિવુડની આઇટમ ક્વિન બની ગઇ.