સેતુપતિની હીરોઈન બનવા કૈટરીના કૈફે તૈયારી શરૂ કરી

273

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તા.૨૪
કૈટરીના કૈફ અને વિજય સેતૂપતિ, શ્રીરામ રાધવનનીના નિર્દેશકમાં બની રહેલી ફિલ્મનો ભાગ છે. તે પહેલીવાર કોઈ ફિલ્મ સાથે કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ રમેશ તૈરાની કરી રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં તમામ લોકો ફિલ્મને શરૂ કરવાની તૈયારીમાં હતા. પરંતુ, કેટરીના કૈફ કોરોના સંક્રમિત થયા બાદ ફિલ્મને અનિશ્ચિત કાળ સુધી રોકી દેવામાં આવી હતી. હવે અહેવાલો મળી રહ્યા છે કે કેટરિના કૈફે ફિલ્મની સ્કિપ્ટ વાંચવાનું શરૂ કરી દીધું છે અને હવે તે સંપૂર્ણ રીતે શૂટીંગ કરવા માટે તૈયાર છે. અહેવાલ મુજબ, કેટરિનાએ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવી શરૂ કરી દીધી છે અને તે ફિલ્મના નિર્માતા સાથે તેના પાત્રને સમજવા અને તે માટે ઘણો સમય પસાર કરી રહી છે. વિજય સેતૂપતિની વિરુદ્ધ નજરે પડેલી કેટરિના ’ટાઇગર ૩’ પૂર્ણ થયા બાદ શૂટિંગ શરૂ કરે તેવી સંભાવના છે. આ એક રસપ્રદ કાસ્ટિંગ છે અને, ફિલ્મનું શૂટિંગ સમયપત્રક ૩૦ દિવસનું હશે અને ફિલ્મ ૯૦ મિનિટ લાંબું હોવાનું કહેવામાં આવે છે. આ ફિલ્મ સિવાય કેટરિના સિદ્ધંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની સાથે ફિલ્મ ’ફોન બૂથ’ નો પણ એક ભાગ છે. તે રોહિત શેટ્ટીની સૂર્યાવંશીની રજૂઆતની પણ રાહ જોઈ રહી છે, જેમાં તે અક્ષય કુમારની વિરુધ્ધ જોવા મળશે. ફિલ્મનું રિલીઝ ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. કેટરીનાના ચાહકો તેને જલ્દીથી મોટા પડદા પર જોવા માંગે છે. ફિલ્મો સિવાય કેટરિના કૈફ વિકી કૌશલ સાથેના તેના સંબંધોની ચર્ચામાં છે. વિક્કીને કેટરીનાના ઘરે ઘણી વાર જોયો હતો, જેનો એક વીડિયો સામે આવ્યો છે.વિકી અને કેટરિના વર્ષ ૨૦૧૯ થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ અભિનેતા કેટરિના અને વિકીના સંબંધો પર સત્તાવાર મહોર લગાવે છે. જ્યારે ચાહકોની સામે જ્યારે તેઓ તેમના સંબંધોની જાહેરાત કરે છે ત્યારે ચાહકોની નજર પણ તેના પર નિર્ધારિત છે.